કિશોર ગોર દ્વારા : ભુજ, તા.27 : અલ નીનોના કારણે અગાઉથી અપાયેલી ચેતવણી પ્રમાણે કચ્છમાં અછતના
દિવસો આવી પહોંચ્યા છે ત્યારે સંભવિત ગંભીર
સ્થિતિને ધ્યાને લઇ ખાસ કિસ્સામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નિયમિત મુખ્ય ઇજનેર પદે
એલ.કે.કોટાની નિયુક્તિ કરાઇ છે, તો કાર્યપાલક ઈજનેરોની તમામ નવ જગ્યા પણ ભરી નાખી છે.ફિલ્ડમાં
નાયબ કાર્યપાલક ઇજનેરોની ભુજ
0pt;
line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:Shruti;mso-hansi-font-family:
Calibri">, નખત્રાણા, દયાપર,
નલિયા-2, ભચાઉ અને રાપર
ખાતેની છ ખાલી જગ્યા પર ટૂંક સમયમાં નિમણૂક આપવાની તૈયારીઓ ચાલી રહી છે.પીવાનાં પાણીને
લઇ મહત્ત્વના નિર્ણય લેવાઇ શકે એ માટે પહેલી વખત મુખ્ય ઇજનેર બાગડોર સંભાળશે અને જાણકારોએ
તો આવતાં વર્ષને ભારે કઠિન ગણાવ્યું છે.- 112 નવા પાતાળકૂવા મંજૂર
: અછતની ખાસ પરિસ્થિતિને
ધ્યાને લઇ ભુજ સ્થિત જાહેર આરોગ્ય વર્તુળના અધીક્ષક ઇજનેરની કચેરી ખાતે આયોજન અંગે
પૂછતાં અપાયેલી વિગતો મુજબ 112 નવા પાતાળકૂવા મંજૂર કરવામાં આવ્યા છે.તેમાંથી 74નું શારકામ
પૂર્ણ કરાયું છે.જો કે,
લખપત
તાલુકા માટે મંજૂર થયેલા સાત બોર પૈકી કોઇનું કામ પૂરું થયું નથી.ભુજ તાલુકામાં 43 બોરના આયોજન
પૈકી 31 કમ્પલિટ થઇ
ગયા છે.નખત્રાણા તાલુકામાં 21માંથી 14 પૂર્ણ, અબડાસામાં 14માંથી 11 પૂર્ણ, અંજારમાં 7માંથી 3, ગાંધીધામમાં
10માંથી 7 પૂરા થઇ ગયા
છે, તો ભચાઉ તાલુકામાં
મંજૂર બંને બોરનું શારકામ પૂરું કરી દેવાયું છે.તમામ પાતાળકૂવાની કામગીરી ડિસેમ્બરના
અંત સુધીમાં પૂરી કરવાનું પ્લાનિંગ કરાયું છે.જૂથ યોજનાના જૂના 259 બોર ચાલુ છે.આ માટે ખાસ માસ્ટર પ્લાન બનાવાયા છે, જેને મહિલા અધીક્ષકે સમર્થન આપ્યું હતું.- ગોધાતડનું પાણી
પીવાલાયક નથી : જિલ્લામાં પાણી પૂરું પાડવા મુખ્ય આયોજનમાં અબડાસા તાલુકાના ગામો
અને લખપતના ગોધાતડ ડેમનું પાણી પીવાલાયક ન રહેવા ઉપરાંત ખૂટવા આવતાં તેના આધારિત ગામોને
ટપ્પર ડેમમાંથી વધારાના 25 એમએલડી પાણી પમ્પિંગ કરીને પૂરું પડાશે.- ટપ્પરમાં ચાર
પમ્પ : નવા પમ્પ ઇન્સ્ટોલેશનની
કામગીરી તાકીદના ધોરણે હાથ ધરાઇ છે તે પૈકી બે પમ્પ લગાડી દેવાયા છે અને બે પમ્પના
ઈન્સ્ટોલેશનની કામગીરી 15 ડિસેમ્બર સુધી પૂર્ણ કરી કાર્યરત કરવાનું આયોજન હાથ ધરાયું છે.- સરહદે 200 કિ.મી.પાઈપલાઈન
: ભુજ તાલુકાની
સરહદ ઉપર આવેલી 33 બોર્ડર આઉટપોસ્ટને પાણી પૂરું પાડવા 200 કિલોમીટર લાંબી
પાઈપલાઈન પાથરવાનું કામ પૂર્ણતાના આરે છે.આ લાઈનમાં પાણી વહેતું કરવા 12 પમ્પિંગ સ્ટેશનની
કામગીરી આગામી માર્ચ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે.- હરામીનાળા સુધી કામગીરી
: લખપત તાલુકાના
હરામીનાળા વિસ્તારમાં ત્રણ બીઓપી પાણી પહોંચાડવા 35 કિ.મી.પાઈપની કામગીરી ચાલુ છે તેના માટે
ચાર પમ્પિંગ સ્ટેશન જૂન સુધીમાં તૈયાર થઈ જશે.- જરૂરતવાળાં ગામો માટે
ટેન્કર : પાઈપલાઈનથી
પાણી પહોંચાડી શકાતું નથી ત્યાં ટેન્કર દોડાવાઈ રહ્યાં છે.આ ટેન્કરની રોજિંદી જરૂરત
બદલતી રહે છે.હાલ આવરી લેવાતા વિસ્તારમાં નખત્રાણા તાલુકાના બે ગામ, રાપરના પાંચ પરા, ભચાઉના બે ગામ, ભુજ તાલુકાના ખારી અને ડુમાડો બે ગામ. - ઝાલુ અને ભિટારા
બોર ખારા : નખત્રાણાના ઝાલુ અને ભિટારાના બોરનું પાણી ખારું થઈ જતાં પ્રોબ્લેમ
નહીં ઉકેલાય ત્યાં સુધી ટેન્કરથી પાણી પૂરું પડાશે.- એક ટયુબવેલ
ફેઈલ : લખપત તાલુકાના
નરા ડેમ પાસેનો એક ટયુબવેલ ફેલ થતાં ભિટારા સહિત ચાર ગામને ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા
માટે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે.નરા ડેમ પાસે વૈકલ્પિક સોર્સ
સંશોધનની કામગીરી પૂરી કરાઈ છે.સરકારી જમીન મેળવી ટૂંક સમયમાં બોર કરવાનું આયોજન કરાશે.કચ્છમાં પાણી પૂરું પાડવાના આયોજન બાબતે ભુજ વર્તુળ કચેરીના કાર્યપાલક ઈજનેર કૈલાસબેન
મેવાડાને પૂછતાં તેમણે જણાવ્યું કે, માનવ વસ્તી અને પશુધનને
સાથે ગણીને જ પાણી સપ્લાય કરાય છે.દરમ્યાન તેમણે કચ્છમાં મુખ્ય ઈજનેર એલ.કે.કોટાની
પહેલી વખત નિમણૂક થઈ હોવાને કૈલાસબેને સમર્થન આપ્યું હતું અને તેઓ સોમવારથી ચાર્જ સંભાળવાના
છે.બીજી બાજુ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અલ નીનોની અસર હજુ પ્રાથમિક છે, આવતા વર્ષે વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ શકે
છે તેવો અણસાર છે.