• શનિવાર, 14 નવેમ્બર, 2026

2047ના વિકસિત ભારત માટે સૌ સહભાગી બને : સાંસદ

સાંસદનાં ગામ સુખપર(રોહા)માં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન, પાટકોરી, ડાયરાનો કાર્યક્રમ યોજાયો

સુખપર (રોહા) (તા. નખત્રાણા), તા. 13 : કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના યજમાનપદે સુખપર (રોહા)માં રામદેવજી મહારાજનાં મંદિર ખાતે સ્નેહમિલન, પાટકોરી અને ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. લખમશી ભીમજી ચાવડા પરિવાર દ્વારા યોજાયેલા સ્નેહમિલનમાં ઉપસ્થિત અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. યજમાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્ન સાકાર કરવા સર્વેને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આગામી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ સહિત આખી બોડી બિનહરીફ કરવા ભલામણ કરી હતી. રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ લોકોને વિકાસના પ્રવાહમાં સહયોગી બનવા જણાવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આયોજનને બિરદાવી વધુ સંગઠિત થવા અપીલ કરી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દુષ્કાળમાં લોકોની તંત્ર પ્રત્યેની મદદની આશાઓ, અપેક્ષાઓ પૂરી કરવા લોકપ્રતિનિધિઓને સંગઠિત થવા હાકલ કરી હતી. માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સર્વેને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન સહ મહામંત્રી અરુણભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેષભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, સંતો સેવાનાથ બાપુ, સરૂપદાસજી બાપુ, દિલીપદાદા, સરયુદાસજી, જગદીશદાસજી, મુકુલદાસજી, બુદ્ધગિરિ બાપુ, ચેતનદાદા, વીરનાથ, છગનદાસજી, ભરતદાસ, કાનજીદાદા કાપડી તેમજ જનકસિંહ જાડેજા, દેવરાજભાઈ ગઢવી, વલ્લમજીભાઈ હુંબલ, દિલીપભાઈ દેશમુખ  તેમજ ઉત્તમભાઈ સુરાણી, નખત્રાણા તા.પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, જયંતીભાઈ રાજકોટિયા, જયેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, રાજુભાઈ સરદાર, રવિભાઈ ગરવા, ચેતનભાઈ ઠક્કર, લક્ષ્મણસિંહ સોઢા, પ્રફુલ્લસિંહ જાડેજા, નવીનભાઈ રૂપારેલ, કલ્પેશ સચદે, બહાદુરસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, અનુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા  સહિત જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા ભાજપ મોરચાના પદાધિકારીઓ, પાલિકાઓના સદસ્યો, એ.પી.એમ.સી. અને ખરીદ વેચાણ સંઘના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન બાદ યોજાયેલા લોકડાયરામાં કલાકારો દિવાળીબેન આહીર, રાજ ગઢવી, રમેશ જોષીએ સંગીતની સુરાવલીઓથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંસદ ચાવડા અને તેમના પરિવાર દ્વારા મહાનુભાવો, મહેમાનો વગેરેનું સન્માન કરાયું હતું. સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પલણે કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd