• શનિવાર, 14 નવેમ્બર, 2026

કચ્છ કોપરને મળ્યો પ્રતિષ્ઠિત `કોપર માર્ક'

અદાણી ગ્રુપની કંપની આ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ભારતીય ઉત્પાદક બની

મુંદરા,  તા. 13  :  અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ના એક એકમ અને એક જ સ્થળે આવેલા વિશ્વના સૌથી મોટા કોપર સ્મેલ્ટર્સ સંચાલકોમાંની એક  કચ્છ કોપર લિ.ને અગાઉ કોપર માર્ક તરીકેનું પ્રખ્યાત પ્રતિષ્ઠિત વેરામાર્ક એશ્યોરન્સ પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં હવે તે એક જવાબદાર કોપર ઉત્પાદનનાં વૈશ્વિક માળખાં હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ભારતીય ઉત્પાદક બની હોવાની આજે જાહેરાત કરવામાં આવી છે. કોપર, નિકલ અને ઝીંકના મૂલ્યની શ્રેણીમાં જવાબદાર ધારાધોરણને પ્રોત્સાહન આપતું વેરામાર્ક એશ્યોરન્સ એ એક અગ્રણી સ્વતંત્ર માળખું છે. પર્યાવરણીય, સામાજિક અને સુશાસનના પ્રદર્શનનું ચુસ્ત, સ્વતંત્ર થર્ડ-પાર્ટી ઓડિટનું પાલન કરનાર કંપનીઓને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અદાણી નેચરલ રિસોર્સિસના સીઈઓ  અને કચ્છ કોપર લિ.ના મેનાજિંગ ડિરેક્ટર ડો. વિનય પ્રકાશે ભારતીય ઉત્પાદક કંપનીએ પ્રથમવાર  હાંસલ કરેલ `કોપર માર્કની સિદ્ધિ  વિશે જણાવ્યું હતું કે, `આ પ્રમાણપત્ર ટકાઉ અને જવાબદાર ઉત્પાદન પ્રત્યેની અમારી અતૂટ નિષ્ઠા દર્શાવે છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છ કોપરને માન્યતા પ્રાપ્ત ધોરણોનું પાલન કરતા અગ્રણી વૈશ્વિક ઉત્પાદકોના આગલી સમૂહમાં મૂકે છે. કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત જવાબદાર ઉત્પાદનના ધોરણોનું પાલન કરે છે, તેનું આ પ્રમાણ છે. ઉપરાંત ખાસ કરીને જવાબદાર વપરાશ અને ઉત્પાદન સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (જઉઋત), જઉઋ-12ને આગળ વધારવામાં પણ સહાયરૂપ બને છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd