• રવિવાર, 08 નવેમ્બર, 2026

ભુજ નગરપાલિકાના કર્મચારીઓને એરિયર્સનો હપ્તો મળતાં ખુશી છવાઈ

ભુજ, તા. 8 : ભુજ નગરપાલિકાના કાયમી સફાઈ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચના એરિયર્સની રકમનો બીજો હપ્તો મળતાં ખુશી છવાઈ હતી. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ (ટ્રેડ યુનિયન), જિલ્લા ટીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરાયેલા પ્રયાસો સફળ સાબિત થયા હતા. ભુજ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને એરિયર્સની રકમનો પ્રથમ હપ્તો ત્રણ મહિના અગાઉ ચૂકવાયો હતો. ત્યારબાદ યુનિયનની રજૂઆતોને પરિણામે હવે બીજો હપ્તાની રકમ કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરાઈ છે. કર્મચારીઓની સર્વિસ અને હક મુજબ કેટલાક કર્મચારીઓના ખાતામાં આશરે રૂ. એક લાખથી 75 હજાર સુધીની રકમ જમા થઈ છે. વર્ષ 2018માં કાયમી થયેલા કર્મચારીઓને પણ આ લાભ મળ્યો છે તેમ જણાવાયું હતું. આ પ્રશ્નના નિરાકરણ માટે શહેરી વિકાસ રાજયમંત્રી દર્શનાબેન વાઘેલાને ધ્યાને આ મુદ્દો મૂકાયો હતો. એમના પ્રયાસ અને ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી ટ્વીંકલબેન પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ નગરપાલિકાના ચેરમેન કમલભાઈ ગઢવી, પ્રદેશ અધ્યક્ષ વિશાલભાઈ ગોહિલ, પ્રદેશ મહાસચિવ ધનશ્યામભાઈ સોલંકી, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ દિલીપભાઈ ચૌહાણ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ હતી. વર્ષોથી અટકેલી રકમનો બીજો હમો મળતાં કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા અધ્યક્ષ રાજેશભાઈ વાઘેલા, જિલ્લા મહાસચિવ દિનેશભાઈ વાણિયા, જિલ્લા ઉપાધ્યક્ષ હરેશભાઈ રાઠોડ, ધીરજભાઈ રાઠોડ, કિશોરભાઈ વાઘેલા તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની જિલ્લા કારોબારી ટીમ લડતમાં જોડાઈ હોવાનું જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd