અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : દિવાળી
પર્વ પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ
સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સ્થિતિની સહિતની સંવેદનશીલ બાબતોની
સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં
યોજાયેલી આ બેઠકમાં 2029 સુધીમાં નશામ્કુત
ભારતનો ધ્યેય સાકાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાજ્યમાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા નશીલા
પદાર્થોના નિયંત્રણ માટે કડક હાથે કામ લેવા અને એક્શન પ્લાન બનાવવા, 1933 કંટ્રોલ રૂમના
વિસ્તાર અંગે, દરેક એજન્સીઓ, સઘન ડ્રાઇવ ચલાવવા સહિતના વિવિધ આયામો
સાથે વ્યાપક સામાજિક જાગૃતિની આવશ્યકતા
પર ભાર મૂક્યો હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ વિભાગ તથા વિવિધ સુરક્ષા
એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત કાયદો વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ,
ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો,
આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જાસ્ટિસ સિસ્ટમ, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ અને સ્પેશિયલ કોર્ટ વિષયક બાબતો
જેવા વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા દરમિયાન રાજ્યમાં કાયદો વ્યવસ્થા
સાથે સંકળાયેલી બાબતો અંગે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા વિવિધ મુદ્દાઓ,રાજ્યની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા અંગે જાણકારી આપી હતી. જેમાં રાજ્યમાં
દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ
જેહાદ, આર્થિક અપરાધ,
સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ સંબંધિત બાબતો તથા અતિક્રમણ જેવા મહત્વપુર્ણ
વિષયે કેન્દ્રિય ગૃહમંત્રીએ રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા
. રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી લોકોની સ્થિતિ, પોક્સો કેસ,
NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ ICJS/CCTNS, FIR, આરોપપત્ર,
ઈ સાક્ષ્ય એપ્લિકેશન, ઈ-સમન્સના બાબતે,
મેડિકો લીગલ એક્ઝામિનેશન એન્ડ પોસ્ટ મોર્ટમ રિપોર્ટિંગ સિસ્ટમ (MedLEaPR), મોડલ જેલ અધિનિયમ,
મોડલ જેલ મેન્યુઅલ, મોબાઈલ ફોરેન્સિક વેન,
વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં માનવબળની જરૂરિયાત અને તેને પૂર્ણ કરવાની
યોજના સહિત ઇન્વેસ્ટીગેશન ટ્રાકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ (ITSSO) સહિતની બાબતો અંગે પણ વરિષ્ઠ
અધિકારીઓએ સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીને માહિતીગાર કર્યા હતા. રાજ્યમાં ન્યાયતંત્ર
સંબંધિત વિવિધ બાબતો ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, ન્યાયાલય સંબંધિત બાબતો, સાંધ્ય અદાલત, તકનિકી પુરાવાઓ પર વધુ ધ્યાન આપીને ઝડપી
કાર્યવાહી બાબતે, ન્યાયાલયમાં જરૂરી ભરતીઓ,પબ્લિક પ્રોસિક્યુટર્સ વધારવા, પબ્લિક પ્રોસિક્યુશન સિસ્ટમ
મજબૂત કરવા જેવા વિષયો ઉપર પણ ચર્ચા વિચારણા થઇ હતી