ભુજ, તા. 8 : શહેરના જૂના રેલવે સ્ટેશન અને
વૃંદાવન સોસાયટી વચ્ચે રિક્ષામાં બેઠેલી મહિલાને નિશાન બનાવીને સોનાની બંગડીની ચોરીના
બનાવની અંતે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે એક
અજાણી સ્ત્રી અને બે પુરુષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂના રેલવે સ્ટેશન પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા
64 વર્ષીય ફરિયાદી સુનીતાબેન કિશોરચંદ
અમરનાણી ( સિંધી) શુક્રવારે સવારે પોણા દસ
વાગ્યાના અરસામાં રેલ્વે સ્ટેશનથી પોતાના ઘર તરફ જતા હતા. એ દરમિયાન એક પેસેન્જર રિક્ષા
આવતા તેમાં બેઠા હતા. જેની પાછળની સીટમાં એક અજાણી મહિલા અને બે પુરુષો બેઠેલા હતા.
રિક્ષા આગળ વધ્યા બાદ પાછળની સીટમાં બેઠેલા અજાણ્યા ઇસમોએ કોઈક રીતે કે કાપીને ફરિયાદીના
જમણા હાથમાં પહેરેલી દોઢ તોલાની સોનાની બંગડી
જેની કિંમત આશરે રૂા. 75 હજાર ચોરી
કરી લીધી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.