• રવિવાર, 08 નવેમ્બર, 2026

બિદડાના જયા રિહેબમાં દીવા શણગાર અને રંગોળી બનાવવાનો કાર્યક્રમ યોજાયો

બિદડા (તા. માંડવી), તા. 8 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ તેમની સંભાળ રાખતા બરદાસીઓમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે હેતુથી પ્રેરણાદાયી દીવા ડેકોરેશન અને રંગોળી મેકિંગ કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલની એકવિધ રોજિંદી દિનચર્યા અને બીમારીની ચિંતાઓથી થોડા સમય માટે દૂર રહીને દર્દીઓ સાથે તેમના સ્વજનો, ડોક્ટર્સ તથા સ્ટાફે ભાગ લઇ સહયોગ આપી પરિસરમાં તહેવારમય અને આનંદિત વાતાવરણ સર્જી દીધું હતું. ચેરમેન વિજયભાઇ છેડા તથા ડાયરેક્ટર મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના રચનાત્મક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દર્દીઓને ઝડપથી સાજા થવામાં, માનસિક તણાવ દૂર કરવામાં તેમજ ચહેરા પર સ્મિત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દર્દીઓની સાથે આવેલા સહાયકો અને હોસ્પિટલના સ્ટાફે પણ ખભે-ખભા મિલાવીને અવનવી રંગોળીઓ બનાવી  સાથે દિવાઓને આકારોમાં શણગારતા અનોખી રોનક જોવા મળી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd