• રવિવાર, 08 નવેમ્બર, 2026

કેપીએફએ અને ધાણેટીની ટીમ ટકરાઈ : રમતના વિકાસ માટે એસ.પી. સુંડા પ્રતિબદ્ધ

ભુજ, તા. 7 : દિવાળીની પૂર્વ સંધ્યાએ સૌ કોઈ ઉજવણી, ખરીદીમાં મશગૂલ હતા ત્યારે રમત પ્રત્યે સમર્પિત ખેલાડીઓ અને પશ્ચિમ કચ્છ પોલીસવડા ફૂટબોલ મેદાન પર પરસેવો વહાવી રહ્યા હતા. કચ્છ પોલીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નવનિર્મિત ફૂટબોલ ગ્રાઉન્ડમાં કચ્છ પોલીસ ફૂટબોલ એકેડમી (કેપીએફએ) અને આહીર ફૂટબોલ ક્લબ (એએફસી), ધાણેટી વચ્ચે મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.  કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની પહેલ હેઠળ આ ફૂટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ કચ્છ જિલ્લામાં રમતગમતની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો તથા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા વિકસાવવા માટે ઉત્તમ તકો પૂરી પાડવાનો છે. મેદાનમાં અદ્યતન ટર્ફ અને લાઈટિંગ સહિતની સુવિધા છે. આ મૈત્રી મેચ દ્વારા યુવા ખેલાડીઓમાં ખેલદિલી, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. શ્રી સુંડાએ જણાવ્યું હતું કે, કચ્છ પોલીસની આ પહેલ યુવાનોના સર્વાંગી વિકાસ, સમાજ સાથેના સકારાત્મક જોડાણ અને જિલ્લામાં રમતગમતને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૈજ્ઞાનિક ઢબે વિકસતી સુવિધાઓ પ. કચ્છમાં રમતગમતના વિકાસ માટે ચાવીરૂપ પુરવાર થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd