• રવિવાર, 08 નવેમ્બર, 2026

ગાંધીધામના વેપારીને રોકાણ કરવાનું કહી છેતરપિંડી આચરાઇ

ગાંધીધામ, તા. 8 : શહેરના એક વેપારીને ગોલ્ડ સ્કીમમાં પૈસા રોકવાનું કહી 18 માસિક હપ્તા પ્રમાણે રૂા. 7,20,000 ઓળવી જઇ રૂપિયા કે સોનું પરત ન આપતાં એક દંપતી સામે ગુનો દર્જ થયો હતો. વરસામેડી રિવેરા એલિગેન્સમાં રહેનાર ફરિયાદી પરમેન્દર ઉર્ફે સની જોગેન્દર કોચર ગાંધીધામના સુભાષનગર નજીક અમન લોજિસ્ટિકનો વ્યવસાય કરે છે. આ ફરિયાદી પાસે આરોપી જિતેન્દ્ર શંકરલાલ વઝીરાણી આવી મેં તથા મારી પત્ની દીપાએ બાલાજી પ્રોજેક્ટ્સ ઇન્ડિયાનાં નામે ગોલ્ડ પ્રોજેક્ટ-8 ચાલુ કર્યો છે, જેમાં મહિનાના હપ્તા ભરી બાદમાં હપ્તા ભરનારને સોનું અથવા સોનાંનાં બિસ્કિટ આપવામાં આવશે, તેવો વિશ્વાસ અપાવતાં ફરિયાદીએ અમન લોજિસ્ટિક્સનાં નામે 20  મેમ્બરશિપ લીધી હતી, જેના દર મહિને રૂા. 2000ના હિસાબે રૂા. 40,000 આ શખ્સને ભરતા હતા. બાદમાં 18 મહિનાના રૂા. 7,20,000 ભરી નાખતાં ફરિયાદીએ સોનું માગ્યું હતું, ત્યારે આ શખ્સે ખોટા વાયદા કર્યા હતા, બાદમાં ચેક લખી આપ્યો હતો, જે ચેક પણ રિટર્ન થયો હતો. બાદમાં વારંવાર પૈસા કે સોનું આપવા ફોન કરાતાં આરોપીએ તે આપ્યું નહોતું તેમજ આ શખ્સે ગોલ્ડ-7 નામના પ્રોજેક્ટથી નીતિન દયારામ અનમ, પ્રશાંત દીપક ઠક્કર, હરેશ હરજાની, આશિષ પેથા પ્રજાપતિ, મનીષ અજીત પરમાર પાસેથી રોકાણ કરાવી સોનું મોંઘું થઇ ગયું છે તેમ કહી તેમના પણ  પૈસે પરત ન આપ્યાનું ફરિયાદીના ધ્યાને આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd