ભુજ, તા.8 : અહીંની સંસ્થા સહકાર સેવા મંડળ
દ્વારા દાતાના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું હતું. ભુજના
જરૂરિયાતમંદ પરિવારો સાથે દીપોત્સવી પર્વની પ્રેરક ઉજવણી કરાઈ હતી. દાતા શંકરભાઈ સચદેના
સહયોગથી સંત રોહિતદાસનગર ખાતે દિવાળીની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં નગરસેવક રાણબાઈ
આત્મારામ મહેશ્વરી, માલશીભાઈ માતંગ
વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે જ રીતે સંસ્થા દ્વારા તારાચંદભાઈ જગશી છેડાની સ્મૃતિમાં
હંસાબેન તારાચંદ છેડાના હસ્તે જરૂરતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે
જીગરભાઈ છેડા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન સંસ્થા પ્રમુખ ઝહીરભાઈ સમેજાએ કર્યું હતું.