• રવિવાર, 08 નવેમ્બર, 2026

માધાપર ક.ગુ. ક્ષત્રિય સમાજે સમૂહલગ્ન યોજ્યા

ભુજ, તા. 8 : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ-માધાપર દ્વારા 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.માધાપર ઘટક પ્રમુખ જયંતીલાલ વલમજીભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમૂહલગ્ન સમિતિ પ્રમુખ દીપકભાઈ નરસિંહભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. વિનોદભાઈ પુરૂષોત્તમભાઈ સોલંકી સમાજ ભવન ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં પરેશ શાંતિલાલ ત્રિવેદીએ લગ્નવિધિ કરાવી હતી, જેમાં મહાસભા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, ઉપપ્રમુખ ડો.મનોજ સોલંકી, માધાપર ઘટકના ઉપપ્રમુખ બ્રિજેશ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા. કુમાર-કન્યાઓને વિવિધ ભેટ સોગાદો અપાઈ હતી. આ પ્રસંગે દાતાઓનું સન્માન કરાયું હતું. સમૂહલગ્ન માટે વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારી સોંપાઈ હતી. બપોરે ભોજન તેમજ વ્યવસ્થામાં યુવા મંડળ પ્રમુખ ભરતભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ યુવા મંડળના તમામ સભ્યો, લગ્નની તમામ વિધિ ભાવનાબેન ભૂપેન્દ્રભાઈ ટાંકના માર્ગદર્શન હેઠળ મંડળના સભ્યો, કાર્યકરોએ સંભાળી હતી. સમૂહલગ્ન પ્રસંગે મહાસભા ઉપપ્રમુખ બાબુલાલભાઈ પરમાર, વિનોદભાઈ ચૌહાણ, મંત્રી ગિરિશભાઈ ચૌહાણ, અખિલ ભારતીય મહિલા મંડળ ઉપપ્રમુખ નીતાબેન સોલંકી, કચ્છ પ્રાદેશિક પ્રમુખ બાબુલાલભાઈ ચૌહાણ, કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ પ્રમુખ રીટાબેન ચૌહાણ,  ચમનભાઈ ચૌહાણ, રમેશભાઈ ટાંક, જિજ્ઞેશભાઈ ટાંક, પંકજભાઈ યાદવ વગેરે હાજર રહ્યા હતા. સંચાલન માધાપર ઘટકના સહમંત્રી દિનેશભાઈ ચાવડાએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd