• રવિવાર, 08 નવેમ્બર, 2026

લાયન્સ ક્લબ ભુજના જયપુર ફૂટ કેમ્પનો 21 દર્દીએ લાભ લીધો

ભુજ, તા. 8 : લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા યોજાયેલા જયપુર ફૂટ કેમ્પનો 21 દર્દીએ લાભ લીધો હતો.ભુજના લાયન્સ હોલ ખાતે સંસ્થાના સભ્ય કૌશિકભાઈ સોમપુરા દ્વારા તેમના માતા-પિતાના આત્મશ્રેયાર્થે 25 હજારના સહયોગથી ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં દાતા તેમજ પરિવારના રાજેશભાઈ સોમપુરા, નિરંજનાબેન સોમપુરા, હેમલતાબેન સોમપુરા, હેલી નિરજ સોમપુરા, નયનાબેન સોમપુરા, પ્રયાગ નિરજ સોમપુરા, કિરીટભાઈ સોમપુરા, બકુલેશભાઈ લાલપુરા, સોમપુરા જ્ઞાતિ પ્રમુખ  પ્રશાંતભાઈ સોમપુરા, તેજસભાઈ સોમપુરા, પ્રીતિબેન સોમપુરા, પ્રણવ સોમપુરા, ધ્રુતિ સોમપુરા, હીનાબેન સોમપુરા વગેરેએ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. કેમ્પમાં બે દર્દીઓને બે કૃત્રિમ નવા પગ, બે ને કેલીપર્સ અને 17 દર્દીને કૃત્રિમ પગનું સમારકામ વિનામૂલ્યે કરી અપાયું હતું. નિરંજનાબેન સોમપુરાએ એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસીસની સેવા માટે 11 હજારના દાનની જાહેરાત કરતા તેમનું સન્માન કરાયું હતું. લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંજય દેસાઈએ લાયન્સ હોલ ઉપર ચાલતા કાયમી પ્રોજેક્ટની માહિતી આપી હતી. પ્રોજેક્ટ ચેરમેન અભય શાહ દ્વારા કેમ્પની માહિતી આપવામાં આવી હતી. કેમ્પમાં ભુજ ક્લબના પ્રમુખ અનુપભાઈ કોટક, શૈલેષભાઈ ઠક્કર, રજનીભાઈ પટવા, ડો.ઉદય ગણાત્રા, શૈલેન્દ્રભાઈ રાવલ, એ.વાય. આકબાની, અજિતસિંહ રાઠોડ, કૌશિક કોઠારી, મનસુખભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ બારમેડા, વિજયભાઈ માંડલિયા હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd