• રવિવાર, 08 નવેમ્બર, 2026

વસ્તીગણતરીના બીજા તબક્કા માટે કચ્છનું તંત્ર સજ્જ

ભુજ, તા. 8 : સમગ્ર દેશની સાથે કચ્છમાં આગામી ફેબ્રુઆરી  2027માં વસ્તીગણતરીનો બીજો અને મુખ્ય તબક્કો હાથ ધરાવાનો છે. વસ્તીગણતરીના આ મહત્ત્વના તબક્કા માટે કચ્છનું તંત્ર સજ્જ બન્યું છે. વિશાળ વિસ્તાર ધરાવતા જિલ્લાના ભૌગોલિક પડકારને ધ્યાને લઈ આ વખતની ગણતરીમાં વ્યાપક સ્તરે ડિજિટલ પ્લેટફોર્મને અગ્રતા આપવામાં આવી છે. કોરોનાનાં કારણે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ હાથ ધરાયેલી વસ્તીગણતરીના પ્રથમ ચરણની કામગીરીમાં 3109  બ્લોકમાં મકાનોની યાદી તૈયાર કરી ગણતરીદારોએ 33 પ્રશ્નો પૂછી માહિતી એકત્રિત કરી હતી. પ્રથમવાર જાતિગત આંકડાની નોંધ 1931ની સાલ બાદ પ્રથમ વખત વસ્તીગણતરીમાં પ્રથમવાર જાતિગત આંકડા માટે ખુલ્લી કોલમ રાખવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ સાક્ષરતા, કોરોના રસીકરણની સ્થિતિ, સાક્ષરતા, શૈક્ષણિક લાયકાત, રોજગાર, બેન્ક ખાતાંની વિગત સહિત 40 પ્રશ્નો પૂછાશે. - ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ : કચ્છમાં વસ્તીગણતરીનું આ કાર્ય 100 ટકા ચોકસાઈથી થાય એ માટે પ્રથમવાર વ્યાપક સ્તરે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તાલુકા-ગ્રામ્ય કક્ષા સુધી સચોટ એક્શન માટે તંત્રે માસ્ટર પ્લાન ઘડયાનું કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સ્તરેથી વીડિયો કોન્ફરન્સિંગ મારફત વસ્તીગણતરીનાં આ ચરણનું માર્ગદર્શન અપાયું હતું. - 4000 જેટલા ગણતરીદાર જોડાશે : વસ્તીગણતરીનાં આ કાર્યને પાર પાડવા માટે કચ્છમાં લગભગ 4000 જેટલા ગણતરીદાર કામગીરીમાં જોડાશે. પ્રથમ ચરણમાં 3109 જેટલા બ્લોકમાં કાર્ય હાથ ધરાયું હતું. રિઝર્વ સ્ટાફ સાથે 4000 જેટલા ગણતરીદારોને બીજાં ચરણમાં જોડવાનું આયોજન છે. - વસ્તીનો ચોક્કસ આંક સામે આવશે : 2011 બાદ દેશમાં વસ્તીગણતરીનું કાર્ય હાથ ધરી શકાયું નથી. બીજો તબક્કો પૂર્ણ થયા બાદ કચ્છમાં કેટલી વસ્તીવૃદ્ધિ થઈ તેનો ચોક્કસ આંકડો સામે આવશે. આ ઉપરાંત અનેકવિધ મહત્ત્વની આંકડાકીય વિગત ઉપલબ્ધ થશે. 2001થી 2011 દરમિયાન કચ્છમાં વિક્રમી વસ્તીવૃદ્ધિ દર નોંધાયો હતો. એક મહાનગર કરતાં પણ કચ્છની વસ્તીવૃદ્ધિ વધુ જોવા મળી હતી. દોઢ દાયકા બાદ કચ્છની વસ્તી 30 લાખના આંકે પહોંચવાની પ્રબળ શક્યતા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd