ભુજ, તા. 22 : મોઢ વાણિક સમાજ ભુજ દ્વારા
જ્ઞાતિની સમાજવાડી ખાતે યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી છાત્રોનું
બહુમાન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત અર્ચન મહેતા દ્વારા સરસ્વતી વંદનાથી કરાઈ હતી.
ઉપપ્રમુખ રાજેનભાઈ મહેતાએ સર્વે જ્ઞાતિજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રમુખ મોહિતભાઈ
મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્ઞાતિના પાસ થયેલા છાત્રોઁને જ્ઞાતિ ભંડોળમાંથી
તેમજ જ્ઞાતિના મહિલા મંડળ, ત્રિલોચનાબેન
વોરા પરિવાર, ધૈર્યકાંતભાઈ
વોરા પરિવારના દર્શનભાઈ વોરા, ફાલ્ગુનીબેન વોરા પરિવાર,
દિવ્યાબેન ગાંધી પરિવાર, ગીતાબેન મહેતા પરિવાર
તરફથી પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. વંદેમાતરમ રાષ્ટ્રીય ગાનને
150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ધોરણ-3 ના
વિદ્યાર્થી અર્ચન મહેતાએ સંપૂર્ણ વંદેમાતરમ્નું ગાન કર્યું હતું. આચાર્ય, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના પદેથી વય નિવૃત થયેલા બેલાબેન મહેતાએ જ્ઞાતિ ભંડોળમાં રૂપિયા
એક લાખનું યોગદાન આપી જ્ઞાતિનું ઋણ અદા કર્યું હતું,
જે ચેક જ્ઞાતિના પ્રમુખ મોહિતભાઈએ કારોબારી, જ્ઞાતિજનો
વતી સ્વીકાર્યો હતો. જિજ્ઞાબેન મણિયારે પૌત્ર જન્મની ખુશીમાં રૂ.500, પુષ્પાબેન પારેખે સરસ્વતી સન્માન
પ્રસંગે રૂ.1100નું દાન અપાયું હતું. મહિલા
મંડળે હાઉઝી ગેમ રમાડી હતી. મંત્રી અનિલભાઈ ગાંધી,
કિરણભાઈ મહેતા, રાજેનભાઇ મહેતા, અજયભાઈ પારેખ, સંજીવ મહેતા, દર્શન વોરા, મિતેષ વોરા સહભાગી થયા હતા. સંચાલન બેલાબેન મહેતાએ, આભારવિધિ
કિરણભાઈ મહેતાએ કરી હતી.