• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

384 વર્ષ જૂની 64 જોગણીના ખંડ ભરવાની પરંપરા આજે પણ જીવંત

માધાપર, તા. 22 : મારૂ કંસારા સોની જ્ઞાતિ ભુજ દ્વારા કાલિકા માતાજી મંદિરે નવરાત્રિની પૂર્ણાહુતિ પ્રસંગે 384 વર્ષ નિરંતર 64 જોગણીનો ખંડ ભરીને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જેમાં જ્ઞાતિના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરે છે. મારૂ કંસારા સોની જ્ઞાતિને રાજસ્થાનથી રાજા દ્વારા ભુજ ખાતે વસવાટમાં આમંત્રિત કરતા આજથી 384 વર્ષ પહેલાં મંદિરમાં કાલિકા માની મૂર્તિ સ્થાપિત કરાઇ હતી ત્યારથી પરંપરાગત રીતે નવરાત્રિના નવમા દિવસે 64 જોગણીનો ખંડ ભરવામાં આવે છે. વિનાશક 1819ના ધરતીકંપ પણ ગોરબાપા પરિવારની દેવકી નામની બાલિકાનું અવસાન થતાં ત્યાર પછીના વર્ષોથી ગોરબાપાએ જ્ઞાતિની દીકરી એ મારી દીકરી છે એવું જણાવી જ્ઞાતિની દીકરી ઉપર આંખ બંધ કરી જેના ઉપર હાથ રાખે છે તેમને દેવકી માતા બનાવી વાજતે-ગાજતે મંદિરમાં પ્રવેશ કરાવી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મુરજીભાઇ નાનાલાલ કટ્ટા પરિવારે દેવકી માતાનો ચડાવો લઇ પૂજા-આરતીનો લાભ મેળવ્યો હતો. મંદિરના પ્રધાન મહંત દિનેશચંદ્ર ત્રંબકલાલ વ્યાસ, આચાર્ય મૈત્રેય (મધુસુદન) સુમનલાલ વ્યાસ, બ્રિજેશ વ્યાસ, દેવ મૈત્રેય વ્યાસના કંઠે માતાજીના શ્લોક ઉચ્ચારણ કરી વૈદિક પરંપરાનો માહોલ ઊભો કરાય છે. પ્રથમ દિવસે જવારાનું કળશ મૂકી સ્થાપના કરવામાં આવે છે. ભુજ જ્ઞાતિ પ્રમુખ હિતેશ ગુજરાતી, માજી પ્રમુખ અમૃતલાલ સોલંકી, દિલીપ બગ્ગા, પરેશ ગુજરાતી, ભરત બગ્ગા, ધર્મેન્દ્ર બારમેડા, ભાવેશ બગ્ગા, રાહુલ સોલંકી, હિતેશ પોમલ, લતાબેન સોલંકી, રોહિણીબેન ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd