ભુજ, તા. 22 : સહકારી ક્ષેત્રે અગ્રેસર સરહદ
ડેરીની સિદ્ધિઓમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે. ચાંદરાણી સ્થિત પ્રોસેસિંગ અને પ્લાન્ટ
પેકેજિંગ ખાતે નવી પ્રોડક્ટ `અમુલ ફ્રોઝન
ખીર'નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. નવું પ્રોડક્ટનું
લોન્ચિંગ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું. સરહદ ડેરીના
ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, અમુલ ફ્રોઝન ખીર ઉચ્ચ
ગુણવત્તાવાળા દૂધ, બાસમતી ચોખા, ડ્રાયફ્રૂટ્સ,
અમુલ મઠાઇ મેડનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. પરંપરાગત ખીરના સ્વાદ
અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ પ્રોડક્ટ ગ્રાહકોને ઘર જેવી સ્વાદિષ્ટ
ખીરનો અનુભવ કરાવશે.અમુલ ફ્રોઝન ખીર 180 ગ્રામના કપ પેકમાં રૂા. 50 અને 450 ગ્રામના કપ
પેકમાં રૂા.120ની કિંમત સાથે ઉપલબ્ધ થશે.
દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટના મેનેજર બિસ્વજિત બેનરજી,
આઇક્રીમ પ્લાન્ટ તેમજ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.