• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ભીમાસરમાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનું લોકાર્પણ

અંજાર, તા. 22 : દિવ્યાંગજનોને સમાજની મુખ્યધારામાં લાવવા અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબ્સ લિમિટેડ (સી.એસ.આર) અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ)ના સંયુક્ત ઉપક્રમે ભીમાસર, અંજાર (કચ્છ)માં અત્યાધુનિક દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો  ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કેન્દ્રનું ઉદ્ઘાટન રત્નમણિ મેટલ્સના સી.એમ.ડી. પ્રકાશભાઈ સંઘવી, જે. એમ.ડી. જયંતીભાઈ સંઘવી તેમજ બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનના પ્રમુખ  રાજેન્દ્ર શાહના  હસ્તે  કરાયુ હતું. આ સેન્ટરમાં તમામ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો અને વ્યક્તિઓને એક જ છત નીચે સમાવેશી સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં  વિશિષ્ટ ફિઝિયોથેરાપી અને પર્સનલાઇઝ્ડ સુપર-સ્પેશિયાલ્ટી કેર, સ્પેશિયલ એજ્યુકેશન (વિશિષ્ટ શિક્ષણ) અને વોકેશનલ ટ્રાનિંગનો સમાવેશ કરાયો છે બનાસકાંઠાના ધાનેરા ખાતે સફળતાપૂર્વક કાર્યરત સેન્ટર બાદ, રત્નમણિ સી.એસ.આર અને બી.પી.એ દ્રારા  અહીં બીજુ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. કેન્દ્રનો મુખ્ય ધ્યેય દિવ્યાંગ બાળકો માત્ર નિર્ભર ન રહેતા, આત્મનિર્ભર બને, સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવે અને રોજગારી મેળવવા સક્ષમ બને તેવો છે. કાર્યક્રમમાં અંધજન મંડળના જનરલ સેક્રેટરી  ભૂષણ પુનાની અને અંધજન મંડળના મંડળના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  નંદિનીબેન રાવલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર  વિમલબેન થવાની, ટ્રસ્ટી રોહિતભાઈ શાહ, ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, અંધજન મંડળના કે સી આર સીના મેનેજર અરાવિંદાસિંહ ગોહિલ, ભીમાસર ગામના આગ્રણી  વી કે હુંબલ, બાબુભાઈ હુંબલ, હરેશભાઈ વી. હુંબલ  સહિતના ઉપસ્થિત રહયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd