ગાંધીધામ, તા. 1 : ગાંધીધામની મધ્યમાં આવેલા શિવાજી
પાર્ક બગીચાનું 1 કરોડ થી સવા
કરોડમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. બાળકો ને રમવા માટેના જે સાધનો નાખવામાં આવ્યા
છે,તે સાવ હલકી ગુણવત્તા ના હોવાનું સામે આવી રહ્યું
છે 15 દિવસની અંદર જ સાધનો તૂટી રહ્યા
છે,છતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોઇ
પગલા ભરવામાં ન આવતા સવાલો ઊઠી રહ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સાવ નબળી ગુણવત્તાના
કામો થઈ રહ્યા છે પરંતુ અધિકારીઓ અને ઇજનેરોને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી દેખાતી
નથી. અને ઝડપથી રૂપિયાનું ચૂકવણું થાય તે માટેના પ્રયાસો કરાય છે. અને આર એન બી સાથે સંકળાયેલા તેમજ મોટા કોન્ટ્રાક્ટરને
ઝડપથી પેમેન્ટ કરી દેવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં
આવી રહ્યા છે. કામની ગુણવત્તા ની ચકાસણીમાં એન્જિનિયારિંગ વિભાગ સાવ નિષ્ફળ છ.ઁ સીટી
ઇજનેર સહિતના અધિકારીઓ ફિલ્ડમાં કામગીરીનું ચાકિંગ કરતા નથી. નાયબ મ્યુનિસિપલ કમિશનર
નિવૃત્તિના આરે હોવાથી તે કોઈ પગલા ભરતા નથી પરિણામ સ્વરૂપે કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે
નબળી ગુણવત્તાના કામો કરી હોવાના આક્ષેપો જાગૃત
નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. શિવાજી પાર્ક બગીચાનું એક કરોડથી વધુ ના ખર્ચે
નવીનીકરણ કરાયું છે. તાજેતરમાં કોન્ટ્રાક્ટર એ નાખેલા સાધનો સાવ હલકી ગુણવત્તાના હોવાથી
તૂટી ગયા છે બાળકોના જીવ ઉપર જોખમ છ.ઁ બગીચા ની કામગીરી પણ બરોબર થઈ નથી વારંવાર ફરિયાદો
થઈ છે. નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમ છતાં તપાસ કરીને પગલાં ભરવાની
તસ્દી લેવાતી નથી. રાજ્યના મુખ્યમંત્રી ગુણવત્તા યુક્ત કામો કરવાની ટકોર કરી છે તેમ
છતાં ગાંધીધામમાં તે મુજબના કામો થતા નથી. મ્યુનિસિપલ કમિશનર,નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સીટી ઇજનેર તપાસ કરીને પગલા ભરે, તો લોકોના ટેક્સના રૂપિયાથી જે કામો થઈ રહ્યા છે અને જે હેતુ માટે રૂપિયા ખર્ચાઈ
રહ્યા છે તે હેતુ સાર્થક થાય તેવી સંભાવના છે.
પરંતુ નબળી ગુણવત્તા ના કામો થાય તેની ઉપર પગલા ભરવા જરૂરી છે તેવું લોકો કહી
રહ્યા છે.