• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ભરણપોષણની રકમ ન ભરતાં 540 દિવસની જેલની સજા

ભુજ, તા. 1 : કોકલિયા (તા. માંડવી)ના રીંકુબા જગદીશસિંહ જાડેજાએ ગામ-કનકાવટી, તા. અબડાસા મધ્યે રહેતા તેમના પતિ જગદીશસિંહ ઉર્ફે જટુભા ભમ્મરસિંહ જાડેજા વિરુદ્ધ ભરણપોષણ મેળવવા સંદર્ભે અરજી દાખલ કરી હતી જેના અનુસંધાને કોર્ટ દ્વારા અરજદારને ભરણપોષણની રકમ પેટે માસિક રૂપિયા 4000 ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો જેથી અરજદાર રીંકુબા દ્વારા તેમના પતિ જગદીશસિંહ ઉર્ફે જટુભા વિરુદ્ધ અલગ-અલગ તામીલ અરજીઓ દાખલ કરવામાં આવી, પરંતુ ભરણપોષણની રકમ ભરવામાં કસૂર કરવામાં આવતાં ફેમિલી કોર્ટ મુંદરા દ્વારા જગદીશસિંહ ઉર્ફે જટુભાને અલગ-અલગ તામીલ અરજીઓ સંદર્ભે કુલ 540 દિવસની કેદની સજા કરવામાં આવી છે. આ અગાઉ પણ અરજદારના પતિને ભરણપોષણની રકમ ન ભરવાના ગુના સબબ કુલ 1060 દિવસની કેદની સજા ફટકારવામાં આવી છે, પરંતુ અરજદારના પતિ જગદીશસિંહ ઉર્ફે જટુભા પોલીસ પકડમાં આવ્યો ન હોઇ હાલના સજા વોરંટની બજવણી  કોર્ટ દ્વારા થઈ છે. આ કેસમાં અરજદારના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર, વિનય પી. મોતા તથા હિરેન જે. ગઢવી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd