• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

નારણસરીમાં ગેરકાયદે વોશિંગ પ્લાન્ટ ઉપર દરોડો

ગાંધીધામ, તા. 1 : તાજેતરમાં ભચાઉ અને રાપર તાલુકાલમાં પ્રાંત અધિકારી દ્વારા ખનિજચોરી સામે કાર્યવાહી  કરાયા બાદ હવે ગેરકાયદે વોશિંગ પ્લાન્ટ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ  મદદનીશ કલેક્ટર  ભચાઉ તેમજ ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ભચાઉ તાલુકાનાં નારણસરી ગામની સીમમાં  સંયુક્ત કાર્યવાહી કરાઈ હતી. ખેતીની જમીનનો બિનખેતી પરવાનગી મેળવ્યા વિના, ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરીને ચલાવવામાં આવી રહેલા રેતીના વાશિંગ પ્લાન્ટ પર  તપાસ કરાવાઈ હતી. આ દરમ્યાન  એક હિટાચી મશીન, ચાર ડમ્પર, એક બાવીસવ્હીલ ટ્રક તેમજ એક કોંક્રીટ મિક્સર મશીન મળી કુલ સાત વાહન-મશીનરી સીઝ કરવામાં આવી હતી અને તેની સામે નિયમાનુસાર દંડની આગળની કાર્યવાહી કરવા અંગે ખાણખનિજ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્થળ પરથી મળી આવેલી નંબરપ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ ધરાવતી એક કાર સામે મોટરવ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે આર.ટી.ઓ. તથા પોલીસ તંત્રને સૂચના અપાઈ છે.  ખેતીની જમીનનો કાયદેસર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર ઔદ્યોગિક ઉપયોગ કરવા બદલ જમીન મહેસૂલ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા આશરે રૂપિયા ત્રણ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલાં વાહનો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈનલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017 અન્વયે દંડનીય કાર્યવાહી અર્થે તમામ વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે  કે, આ વિસ્તારમાં અગાઉ   રાજ્યસ્તરની ટુકડી દ્વારા પણ  ખનિજચોરી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd