ભુજ, તા. 1 : આજે જ્યારે પ્રોફેશનલ ગરબીઓ
વધી રહી છે, ત્યારે માતાજીની આરાધના
લોકો નિ:શુલ્ક રાસ-ગરબા રમી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભુજના પ્રમુખસ્વામી નગર સ્થિત ચોકમાં
આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજપૂત કરણી સેના - ગુજરાત,
ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ-ડુમરા, સ્વ. નરેન્દ્રસિંહ
માધવજી જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ-નલિયા, લક્કી ગ્રુપ-ભુજ અને મુંદરા રિલોકેશન સાઈટ યુવક-મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક
ગરબીનું આયોજન કરાયું છે. આ તકે ગરબીના લોગાનું અનાવરણ કરતા સાંસદ વિનોદ ચાવડાએ બહેન-દીકરીઓ
રમી શકે તેવા મા શક્તિનાં બિનકોમર્શિયલ આયોજનને બિરદાવી સંસ્થા દ્વારા આદરાયેલા આ ધાર્મિક કાર્યક્રમને સરાહના
કરી તેમના તરફથી કોઈ પણ સહયોગની ખાતરી ઉચ્ચારી હતી. આ નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતના
ખ્યાતનામ કલાકારો સંગીતાબેન લાબડિયા, અલવીરાબેન મીર, બ્રિજરાજ લાબડિયા, રાજ લાબડિયા, રુજ્જુ યાદવ અને તુષાર લોંચા રાસની રમઝટ બોલાવશે. આ પ્રસંગે આશાપુરા સેવા ટ્રસ્ટના
પ્રમુખ મહેશભાઈએ આયોજનની વિગતો આપી હતી, સંસ્થાના સહદેવસિંહ જાડેજાએ
આ ચોકમાં મહિલાઓ, બાળકો તેમજ જનરલ રાઉન્ડ સહિતની વ્યવસ્થા અંગે
વિગતો આપી હતી. આ તકે ભાજપના મહામંત્રી હિતેશ ખંડોર, જિલ્લા પંચાયત
ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, સુધરાઈ કારોબારી ચેરમેન કમલ ગઢવી,
આશાપુરા ટ્રસ્ટના અશોકસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ
ગઢવી, અલ્પેશ પટેલ, લખમશી ભદ્રા,
ભાવેશ પટેલ, ચંદુભા જાડેજા, ભાવેશ લક્કી ગ્રુપના ગણેશભાઈ ગાડિયા, કુશાલ ઠક્કર,
જયદીપસિંહ જાડેજા, કરણી સેનાના વિરભદ્રસિંહ જાડેજા,
લક્કી ગ્રુપ ભુજના નયન ડુડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.