• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

લાખાપરની સીમમાં કિંમતી ઝાડીનો સોથ વાળી વીજ પોલ નખાતાં નારાજગી

દયાપર (તા. લખપત), તા. 1 : તાલુકાના સરહદી ગામ લાખાપરની ગૌચર તથા પડતર જમીનમાં મીઠી ઝાડીનો સોથ વાળી વીજ પોલ ઊભા કરાતાં નારાજગી વ્યાપી છે. લાખાપર મંદિરના પીર મેઘરાજજી તુંવર તથા અલ્તાફ સુમરાએ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગામની ગૌચર તથા સરકારી પડતર જમીનમાં ખાનગી કંપની દ્વારા મીઠી ઝાડીનો સોથ વાળી વીજ પોલ તથા વીજ લાઇન નખાય છે અને કિંમતી વૃક્ષો કાપી ગમે ત્યાંથી રસ્તા બનાવાય છે.  આ બાબતે અગાઉ રજૂઆત કરાઇ ત્યારે તંત્ર દ્વારા કામ બંધ કરાયું હતું, પણ હવે ફરીથી કામ ચાલુ કરી દેવાયું છે. ગામલોકો વિરોધ કરે છે તો કંપનીના પેટા કોન્ટ્રાક્ટર પોલીસને લઇને લોકોને ધમકાવે છે તેવા નામજોગ આક્ષેપ પત્રમાં કરાયા છે. આ બાબતે સ્થળ તપાસ કરી ગેરકાયદેસર કામો અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં માંગ કરાઇ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd