• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

અબડાસામાં દીપડાનો આતંક વધતાં પાંજરું ગોઠવવા માંગ ઊઠી

નલિયા, તા 11 : અબડાસા તા.ના બોહા ગામની સીમમાં દીપડા જેવા હિંસક પ્રાણીએ આતંક મચાવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે. સીમમાં ચરવા ગયેલા ગાયોના ટોળા પર હિંસક પ્રાણીએ અચાનક હુમલો કરી એક ગાયને સ્થળ પર જ ફાડી ખાધી હતી. બનાવને પગલે સ્થાનિક માલધારીઓ અને રાત્રે ખેતરે પાણી વાળવા જતા ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ બોહા સીમ વિસ્તારમાં અવારનવાર હિંસક પશુઓ દેખાતાં રહે છે. રાત્રિના સમયે ખેતરોમાં કામ કરવું હવે જોખમી બન્યું છે. જો વન વિભાગ દ્વારા તાત્કાલિક સીમમાં પાંજરું મૂકી હિંસક પ્રાણીને પૂરી દેવામાં આવે તો કોઇ માનવ પર હુમલો થવાની ભીતિ છે. લોકોએ તાકીદે પાંજરું ગોઠવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd