• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

નખત્રાણા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની રચના કરાઈ

મોટી વિરાણી (તા નખત્રાણા), તા. 10 : અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ  લુહારવાઢા સમાજવાડી નખત્રાણા ખાતે નખત્રાણા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નવી બોડીનું ગઠન કરાયું હતું જેમાં કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ વતી માજી પ્રમુખ અબ્દુલ રાયમા, ટ્રસ્ટી અને મંત્રી સલીમ ચાકી (કલ્યાણપર), ટ્રસ્ટી અબ્બાસ બાવા (મંગવાણા), ટ્રસ્ટી ખજાનચી જુસબ બાફણ (નાંગિયારી), ઓસ્માણ સુમરા ઉપપ્રમુખ, ઈસ્માઈલ મામા બાફણ, મંત્રી અયુબ થેબાનખત્રાણા તાલુકાના સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો, મુતવલીઓ, જમાતના પ્રમુખો, જૂની બોડીના સભ્યો તેમજ યુવાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. એજન્ડા બાદ સર્વ સંમતિથી મંગવાણાના ઈકબાલ ઈબ્રાહિમ સોઢાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.  ઉપપ્રમુખ થૈમ હાજીઅલી (આમારા), કુંભાર મુસાભાઈ (નખત્રાણા), લાંગાય ફારૂક આધમ (રસલિયા), સમેજા હાજી ભચુ (લક્ષ્મીપર), મહામંત્રી મુસ્તાક ચાકી (વિરાણી), લાંગાય ઉમર `ગુલફામ' (નેત્રા), ખજાનચી મામદ ખત્રી (વિરાણી), સહખજાનચી  સૈયદ ગુલામશા (મંજલ), સહમંત્રી સોરા આચાર ઓસમાણ  (ચરાખડા), સૈયદ મામદશા શાકરશા (રોહા), પિંજારા મ.હુસેન સાલેમામદ (રવાપર), ખત્રી ખમીશા હાજીઆધમ (નખત્રાણા), કુંભાર ઉમર ઈસ્માઈલ (નિરોણા), ચાકી અનવર મામદ (મથલ), કારોબારી સદસ્યોની નિમણૂક કરવામાં આવી હતી. મીડિયા ઈન્ચાર્જ તરીકે સૈયદ રજાકશા ટોડિયા, ચાકી મજીદ (અંગિયા), જ્યારે પ્રવકતા તરીકે ઈશાક સંગાર (બાંડિયારા) તેમજ સલાહકારોની વરણી કરાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd