• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

રતનાલમાં જન્માષ્ટમીની વિશિષ્ટ ઉજવણી

રતનાલ, તા. 5 : રતનાલ ગામ મધ્યે ગોરમાતાની નગરયાત્રા નીકળી હતી. યશોદા અને કાનુડાની ગાર માટીની મૂર્તિ બનાવી પાતાળેશ્વર મહાદેવ મંદિર મધ્યે બપોર પછી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ભાઈઓ-બહેનો નગરયાત્રામાં જોડાયા હતા. સામૈયામાં પ્રાચીન રાસના પદો દ્વારા ભાઈઓએ રાસની રમઝટ જમાવી હતી. રતનાલના સચ્ચિદાનંદ મંદિર, ઠાકર મંદિર સહિતના દેવસ્થાનોમાં કૃષ્ણ જન્મોત્સવ વધામણા પદો દ્વારા સમગ્ર રતનાલ કૃષ્ણમય બન્યું હતું. રાત્રે ગામના દેવસ્થાનમાં મટકીફોડ સહિતના કાર્યકમો યોજાયા હતા. રતનાલમાં જન્માષ્ટમીની ઉજવણી 15 દિવસ અગાઉથી શરૂઆત થઈ જાય છે. વહેલી સવારે બહેનો ઠાકર મંદિર પ્રાગણમાં પરંપરાગત ગોરમાતાના પ્રાચીન ગીતોના તાલે રાસ લે છે.  ગોરમાતાની મૂર્તિનાં નિર્માણમાં પર્યાવરણ જતન અને સંવર્ધનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નોમના દિવસે સવારે બહેનો ગોરમાતાની મૂર્તિઓનું ગામના તળાવમાં શ્રદ્ધાભેર વિસર્જન કરે છે. 

Panchang

dd