• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

વૈશ્વિક વેપારના દ્રષ્ટિકોણથી કચ્છ વ્યુહાત્મક પ્રદેશ

ગાંધીધામ, તા. 5 : યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, અમદાવાદ હેઠળ કાર્યરત યુ.એસ. કોમર્શિયલ સર્વિસના સિનિયર કોમર્શિયલ સ્પેશ્યાલિસ્ટ અને ઓફિસ ડિરેક્ટરે ગાંધીધામની મુલાકાત લીધી હતી . આ દરમ્યાન કચ્છના વેપાર ઉદ્યોગની ક્ષમતા અને વ્યાપારીક સહયોગ સહીતની બાબતો અંગે વિચાર  વિમર્સ કરવામાં આવ્યો હતો. અમદાવાદ  સ્થિત યુ.એસના અધિકારી  સંગીતા તનેજાએ ચેમ્બરની કાર્યપદ્ધતિ, સભ્ય આધાર, કચ્છના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની વિશાળ સંભાવનાઓ, આંતરરાષ્ટ્રીય વેપાર, નિકાસ, રોકાણ, અમેરિકા સાથેના વ્યવસાયિક જોડાણો, વિઝા સંબંધિત માર્ગદર્શન, બિઝનેસ ડેલિગેશન, ટ્રેડ મિશન તથા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા સંયુક્ત સેમિનાર જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.  તેમણે કચ્છના ઉદ્યોગ સાહસિકો, નિકાસકારો અને યુવા ઉદ્યોગકારોને અમેરિકન બજારમાં ઉપલબ્ધ તકો, રોકાણની સંભાવનાઓ અને વેપારિક સહયોગના વિવિધ આયામો અંગે વિશેષ રસ દર્શાવ્યો હતો. અમેરિકન કોન્સ્યુલેટના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે  કચ્છ આજે માત્ર ભારતનો મહત્વપૂર્ણ ઔદ્યોગિક પ્રદેશ નથી, પરંતુ વૈશ્વિક વેપાર અને લોજાસ્ટિક્સના દ્રષ્ટિકોણથી પણ અત્યંત વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ગાંધીધામ ચેમ્બર દ્વારા સ્થાનિક વેપાર-ઉદ્યોગ જગતને એક મજબૂત મંચ પૂરો પાડવામાં કામગીરીનુ બીરદવી હતી. માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ આજના વૈશ્વિક યુગમાં સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવું સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. યુ.એસ. કોમર્શિયલ સર્વિસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના ઉચ્ચ અધિકારી સાથે થયેલી ચર્ચા કચ્છના વેપાર-ઉદ્યોગ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશ તેવું તેમણે જણાવ્યું હતું. બેઠકના અંતે બંને પક્ષોએ કચ્છના વેપાર-ઉદ્યોગ ક્ષેત્ર માટે ભવિષ્યમાં વિવિધ વિષયક સેમિનાર, બિઝનેસ ઈન્ટરએક્શન કાર્યક્રમો, ટ્રેડ ફેસિલિટેશન સેશન તથા અમેરિકા-ભારત વેપાર સહયોગને વધુ મજબૂત બનાવતા સંયુક્ત ઉપક્રમો હાથ ધરવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે ખજાનચી  કૈલેશ ગોર તથા કારોબારી સભ્યો ડેનુ કપાણિયારામકરણ તિવારી અને અભિષેક પારેખ ઉપસ્થિત રહ્યા હતા. - યુ.એસ કોમર્શિયલ સર્વિસ સહયોગ આપવા પ્રતિબધ્ધ : ગાંધીધામ, તા. 5  : `અમેરિકન બજારમાં ભારતીય ઉદ્યોગો માટે અનેક તકો ઉપલબ્ધ છે. કચ્છના ઉદ્યોગકારો, નિકાસકારો અને સ્ટાર્ટઅપ્સ માટે પણ વિશાળ સંભાવનાઓ છે. યુ.એસ. કોમર્શિયલ સર્વિસ આવા વ્યવસાયિક જોડાણોને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. `વિઝા માર્ગદર્શન, બિઝનેસ કનેક્ટિવિટી, રોકાણકાર સંવાદ, ટ્રેડ ડેલિગેશન અને સેક્ટર આધારિત સેમિનારો દ્વારા બંને દેશોના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય છે. તેવું તેમણે ઉમેર્યું હતું. - અમેરીકા કચ્છ વચ્ચે વેપારના નવા માર્ગો ખુલશે : ગાંધીધામ, તા.5  : ચેમ્બર પ્રમુખ  તેજાભાઈ કાનગડે જણાવ્યું હતુ કે `ગાંધીધામ ચેમ્બર માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ છે. કચ્છ આજે દેશના સૌથી ઝડપથી વિકસતા ઔદ્યોગિક અને બંદર આધારિત અર્થતંત્રોમાંનું એક છે. વિશ્વના અનેક દેશો સાથે કચ્છના ઉદ્યોગો સીધા જોડાયેલા છે અને અમેરિકા તેમાંથી એક મહત્વપૂર્ણ બજાર છે.  સંગીતા તનેજાની મુલાકાત દ્વારા અમેરિકા અને કચ્છ વચ્ચે વેપાર, ટેકનોલોજી,રોકાણ અને ઉદ્યોગ સહયોગના નવા માર્ગો ખુલશે તેવી અમને આશાવ્યકત કરી હતી.  

Panchang

dd