ભુજ, તા. 2 : શહેરના વોર્ડ નં. 4 ખાતે સરકારની વિવિધ યોજનાઓનો લોકો લાભ લઈ
શકે તે માટે એક માસ સુધી કેમ્પનું આયોજન કરાયું હતું. ભાવેશ્વરનગર ખાતે શક્તિ મહિલા
સંગઠન કાર્યાલયે કેમ્પના પ્રારંભે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલ શાહ, સુધરાઈના
કારોબારી ચેરમેન કમલ ગઢવી, શહેર પ્રમુખ મીત ઠક્કર, દેવરાજભાઈ ગઢવી, શહેર મહામંત્રી જયદીપભાઈ, જિગરભાઈ, રાજુભાઈ, હનીફભાઈ,
ચીમનભાઈ તથા વોર્ડ નં. 4ના નગરસેવકો જાવેદભાઈ, હરેશભાઈ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ધારાસભ્ય કેશુભાઈ પટેલે તથા
અગ્રણીઓએ લોકલક્ષી કાર્યોને બિરદાવી આવા કેમ્પ ચાલુ રાખવા જણાવ્યું હતું. કેમ્પમાં
ઈ-શ્રમકાર્ડ, આભાકાર્ડ, આયુષ્માન કાર્ડ,
કેવાયસી, વિધવા સહાય, પેન્શન
યોજના વિ.નો.500થી વધુ લોકોએ
લાભ લીધો હતો. આયોજનની રૂપરેખા બીનાબેન ભાનુશાલીએ આપી ઉમેર્યું હતું કે, ઉદ્યોગલક્ષી કાર્યો ટૂંક સમયમાં હાથ ધરાશે.
વ્યવસ્થામાં અમીનાબેન જોડાયા હતા. સંચાલન ડોલીબેન શાહે કર્યું હતું.