ભુજ, તા. 2 : માતૃછાયા કન્યા વિદ્યાલયમાં
જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા.નો પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો.`ભારતીય સંસ્કૃતિમાં વિનયનું મહત્ત્વ' વિષય ઉપર પ્રવચન આપતા જૈનાચાર્યએ કહ્યું કે,
`માતા-પિતા ઘરના ભગવાન છે. પરીક્ષાની જિંદગી
પૂરી થશે પછી જિંદગીની પરીક્ષા શરૂ થશે. એમાં પાસ થવા માતા પિતાનાં આર્શીવાદ લેવા,
ગુસ્સો નહીં પણ જીવનમાં જુસ્સો વધારજો, જિંદગી
જિંદાદિલીનું નામ છે કદી હાર માનશે નહીં. આત્મહત્યાનો કયારેય વિચાર કરશો નહીં. અનેક
પ્રાચીન-અર્વાચીન દાખલાઓ સાથે સમજાવતા તમામ વિદ્યાર્થીઓએ ત્રિસૂત્રી પ્રતિજ્ઞા લીધી હતી. ગૌમાતાને રાષ્ટ્રીય
સન્માન મળે તથા ગૌવંશ હત્યા પ્રતિબંધ સંપૂર્ણ ભારતમાં લાગુ પડે, તે માટે સાધુ-સંતો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું અને હજારો ગૌભક્ત રેલીમાં
જોડાયા હતા અને કીર્તિભાઇએ ચૌમાસી કાર્યક્રમોની યાદી આપી હતી. તા. 28 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ
થાય છે. તે દિવસે સિદ્ધિતપ અતરવાયણા અને ગ્રંથોની ઉછામણી બોલાશે. ભુજ તપગચ્છ જૈન સંઘ, વાણિયાવાડના નૂતન ઉપાશ્રયમાં દરરોજ 7.30થી 8.30 પ્રવચનો થશે. દર રવિવારે સવારે
8થી 10 યુવા શિબિર થશે. બપોરે 3.30થી 5 `રામાયણમાં
સંસ્કૃતિનો સંદેશ' વિષય પર જાહેર
પ્રવચન થશે. તા. 1 ઓગસ્ટના રાત્રે
9 કલાકે જૈનવાડીમાં `રાણકપુરનો રણકાર' કચ્છના તપોવની યુવાનો તરફથી થશે. તા. 3 ઓગસ્ટથી રાત્રે 9-15 થી 10 યુવાનો માટે `ગુડનાઈટ'
પ્રવચનો થશે.