ગાંધીધામ, તા. 28 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વેપારીના
અપહરણના કેસમાં ક્રીપ્ટો કરન્સી ફ્રોડ કેસનો
ભેદ ઉકેલવામાં આવ્યો છે. વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
પોલીસવડાનું સન્માન કરી અભિનંદન પાઠવાયાં હતાં.
આધુનિક ટેક્નોલોજી અને સાયબર માધ્યમથી થતી નાણાકીય છેતરાપિંડીના કેસો દિવસેને દિવસે
વધુ જટિલ બનતા જાય છે. આવા સંજોગોમાં પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી ગૌરવપ્રદ છે. ચેમ્બરના
પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, પૂર્વ
કચ્છ પોલીસ દ્વારા આર્થિક ગુનાઓ સામે દાખવવામાં આવેલી સતર્કતા અને ઝડપી કાર્યવાહી વેપાર-ઉદ્યોગ
જગતમાં વિશ્વાસનું વાતાવરણ મજબૂત બનાવતા હોવાનું ઉમેર્યું હતું. માનદમંત્રી મહેશ તીર્થાણીએ
કરોડો રૂપિયાના આ કેસનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી આરોપીઓ અને સૂત્રધાર સુધી પહોંચવાની
કામગીરી પૂર્વ કચ્છ પોલીસની વ્યાવસાયિક કુશળતા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ હોવાનું જણાવ્યું
હતું. આ વેળાએ સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેસ ગોર તેમજ કારોબારી સભ્યો હરિશ માહેશ્વરી, નરેન્દ્ર રામાણી સહિતના હોદ્દેદારો
જોડાયા હતા.