• બુધવાર, 29 જુલાઈ, 2026

શૂટિંગ વર્લ્ડકપમાં સોનમ-હિમાંશુની જોડીને કાંસ્યચંદ્રક

હાંગઝોઉ (ચીન), તા.28 : આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતીય જોડી સોનમ ઉત્તમ મસ્કર અને હિમાંશુ ઢિલ્લોએ 10 મીટર એર રાયફલમાં કાંસ્યચંદ્રક જીત્યા છે. ફાઇનલમાં સોનમે 317.2નો અને હિમાંશુએ 317.4નો સ્કોર કર્યો હતો. બન્નેનો મળીને કુલ સ્કોર 634.6 રહ્યો હતો. આથી ત્રીજા ક્રમે રહી કાંસ્યચંદ્રક જીતવામાં સફળ રહ્યા હતા. આઇએસએસએફ હાંગઝોઉ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતના એક સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય સહિત કુલ 4 ચંદ્રક થયા છે. 

Panchang

dd