• બુધવાર, 29 જુલાઈ, 2026

જિલ્લાકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં આર.ડી. વરસાણી ચેમ્પિયન

ભુજ, તા. 28 : અહીંની આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે શાળાનું નામ રોશન કરીને અદ્ભુત સિદ્ધિ હાંસિલ કરી છે. મંગળવારે યોજાયેલી જિલ્લાકક્ષાની હેન્ડબોલ અંડર-14 સ્પર્ધામાં કુલ ચાર ટીમમાંથી ગાંધીધામ ગુરુકુળ સામે આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય 1-12ના સ્કોરથી વિજેતા થયું હતું. અંડર-17માં કુલ ચાર ટીમમાંથી સરસ્વતી સહયોગ વિદ્યામંદિર સામે આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય 19-2ના સ્કોરથી વિજેતા થયું હતું તથા અંડર-19માં કુલ ચાર ટીમમાંથી શ્રીહરિ વિદ્યામંદિર રામપર-વેકરા સામે આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય 28-0ના સ્કોરથી વિજેતા થયું હતું, સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન પદ મેળવ્યું છે. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થા પરિવાર વતી તમામ વિજેતા ખેલાડીઓ અને તેમને રાત-દિવસ સખત મહેનત કરાવી સજ્જ કરનારા વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, મેદાન પર ખેલાડીઓએ બતાવેલી રમતની ભાવના, શિસ્ત અને એકતા ખરેખર પ્રશંસનીય હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખો, ટ્રસ્ટીઓ, આચાર્ય અને ગૃહપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડયું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. 

Panchang

dd