ભુજ, તા. 28 : આઠેક દિવસ પૂર્વે તા. 20/7ના રાત્રે રતનાલ - નિંગાળ ચોકડી
પહેલાં રોડ પર લાગેલાં બેરિકેટ-ડિવાઇડર સાથે બાઇક ભટકાતાં ચાલક 19 વર્ષીય યુવાન કલ્પેશ વાલજીભાઇ
જોગી (માધાપર)નું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતમાં
14 વર્ષીય પવન મેહુલગર બાવાજી
(ગોસ્વામી) (રહે. સાપેડા, તા. અંજાર)ને
હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આ પવનનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યાની વિગતો
પદ્ધર પોલીસ મથકે જાહેર થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.