ગાંધીધામ, તા. 28 : રાપરના ગાગોદર નજીક હોટલ નજીક
હોટલના પાર્કિંગમાં રહેલા ટ્રેઇલરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂા. 48,35,736ના દારૂ સાથે ચાલક, ક્લીનરની ધરપકડ કરી હતી. બંનેના સાત દિવસના
રિમાન્ડ મંજૂર થયા હતા. જેમાં માંડવી તાલુકાના દરશડીના બુટલેગર તથા તેના માણસનું નામ
બહાર આવતાં પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. ગાગોદર નજીક જય ગોગા રાસ્થાની હોટેલના
પ્રાંગણમાં ઊભેલા ટ્રેઇલરમાંથી ગાંધીનગરની એસ.એમ.સી.ની ટીમે રૂા. 48 લાખ ઉપરાંતના દારૂ સાથે રાજસ્થાનના
શ્રવણકુમાર પુરારામજી મેઘવાળ તથા ચેનારામ ડાલુરામ જાટને પકડી પાડયો હતો. આ દારૂ રાજસ્થાનના
નારાયણ દિપારામ જાટએ ભરાવી આપ્યો હતો અને ચાલક શ્રવણકુમાર પહેલાં પણ દારૂની ખેપ કરી
ગયો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આ બંને શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં
રજૂ કરાતાં બંનેના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન પોલીસે બંનેની સઘન પૂછપરછ
હાથ ધરતાં આ દારૂ માંડવી તાલુકાના દરશડી ગામના અનિલસિંહ લખુભા જાડેજાને આપવા નારાયણ
દિપારામે કહ્યું હોવાનું બહાર આવ્યું હતું તેમજ અગાઉ પણ આ શખ્સને જ દારૂ આપી ગયો હોવાનું
સામે આવ્યું હતું. આ અનિલસિંહ વતી તેનો માણસ દરશડીનો જયેશ વેલજી સોલંકી જય માતાજી બોલીને
દારૂ લેવા આનવાર હતો તેમજ અગાઉનો દારૂ પણ જયેશ સોલંકી લઇ ગયો હોવાની પકડાયેલા શખ્સોએ
કેફિયત આપતાં પોલીસે દોડધામ આદરીને જયેશ સોલંકીને પકડી પાડયો હતો. જ્યારે લિસ્ટેડ બુટલેગર
એવા અનિલસિંહના પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.