• બુધવાર, 29 જુલાઈ, 2026

ભુજમાં યુવાન ઉપર છરી વડે પ્રાણઘાતક હુમલો

ભુજ, તા. 28 : ગાડી ધોવાના સર્વિસ સ્ટેશન ચલાવા હપ્તાની ઉઘરાણી કરી યુવાન ઉપર છરી વડે પ્રાણઘાતક હુમલો થતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે 21 વર્ષીય મોહમદઆદીલ અબ્દુલ અજડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે ખાસરા ગ્રાઉન્ડ પાસે ગાડી ધોવાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે. ગઈકાલે સાંજે આરોપી સાહિલ દાઉદ અજડિયા (ભુજ) ત્યાં આવી આ સર્વિસ સ્ટેશન ચલાવા હપ્તા પેટે દર મહિને બે હજાર કઢાવવાની કોશિશ કરતાં ફરિયાદીએ ના પાડતાં છરી મારી હતી. પોલીસે હથિયારબંધી જાહેરનામાંભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. દરમ્યાન સાહિલને ગઈકાલે રાતે માંડવીના રુકમાવતી પુલ પાસે માંડવી પોલીસે છરી સાથે ઝડપાયો હતો. 

Panchang

dd