ગ્લાસગો, તા. 28 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનો
ગઇકાલનો પાંચમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. ભારતીય પેરા વેઇટ લિફટર્સ શર્મિલા
ધનખડેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે
સર્વેશ કુમાર હાઇ જમ્પમાં કોમનવેલ્થ ગેમ્સમાં રજતચંદ્રક જીતનાર ભારતનો પહેલો એથ્લિટ
બન્યો હતો. ભારતના છઠ્ઠા દિવસે કુલ 10 ચંદ્રક થયા છે અને મેડલ ટેલિમાં આઠમા ક્રમે છે. જો કે, મંગળવારે ભારત તરફથી ચંદ્રકનું ખાતું ખુલ્યું
ન હતું. નિરૂપમા દેવી વેઇટ લિફ્ટિંગની 6પ કિલો સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી ચંદ્રક ચૂકી ગઇ હતી. બીજી
તરફ ટેબલ ટેનિસમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 3-2થી વિજય થયો હતો. દરમ્યાન,
મંગળવારે કોમનવેલ્થ ટેબલ ટેનિસના બીજા તબક્કાની લીગ મેચમાં સુતીર્થા
મુખરજી અને યશસ્વિની ધોરપડેએ રોમાંચક મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સામે ભારતને 3-2થી જીત અપાવી હતી. સુતીર્થાએ
1-2થી પાછળ રહ્યા બાદ પાંચ મેચમાં
જીત મેળવી ભારતને 2-1ની લીડ અપાવી
હતી. ત્યારબાદ યશસ્વિનીએ ધોરપડેએ મીનયુંગજીને સીધા સેટમાં હરાવી ભારતને વિજય અપાવ્યો
હતો. ભારતીય પેરા એથ્લિટ શર્મિલા ધનખડે મહિલા શોટપૂટ (ગોળા ફેંક)ની એફ પ7 વર્ગની સ્પર્ધામાં સુવર્ણ જીત્યો હતો. ફાઇનલ
મુકાબલામાં તેણે ત્રીજા પ્રયાસમાં 9.81 મીટરનો થ્રો કર્યો હતો. જે બીજી તમામ હરીફના થ્રોથી સર્વાધિક
રહ્યો હતો. આ સ્પર્ધામાં ઘાનાના પેરા એથ્લિટ જિનાબુ ઇસાહ 8.પ6 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ હાંસલ કરવામાં સફળ રહી હતી. ભારતની
શિલ્પા (7.26)એ બ્રોન્ઝ મેડલ કબજે કર્યો
હતો. શર્મિલા બે વર્ષની ઉંમરે પોલિયોની શિકાર બની હતી. ઘરેલુ હિંસાનો ત્રાસ પણ સહન
કરી ચૂકી છે. બાદમાં પરિવારના સહયોગથી દિવ્યાંગ એથ્લિટ બની હતી અને હવે ગ્લાસગો કોમનવેલ્થ
ગેમ્સમાં ભારતીય તિરંગો લહેરાવ્યો છે. જ્યારે
સર્વેશ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો હતો. 31 વર્ષીય સર્વેશ કુમાર હાઇ જમ્પમાં
2.2પ મીટર ઊંચા કૂદકા સાથે બીજા
નંબર પર રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં હાઇ જમ્પમાં
સિલ્વર મેડલ જીતનારો તે ભારતનો પહેલો એથ્લિટ બન્યો છે. જમૈકાના ખેલાડી રોમેન બેકફોર્ડે
પણ 2.2પ મીટરનો ઊંચો કૂદકો લગાવ્યો
હતો. તે અને સર્વેશ બરાબરી પર રહ્યા હતા. બાદમાં કાઉન્ટબેક નિયમના આધારે જમૈકાનો ખેલાડી
સુવર્ણચંદ્રક માટે પસંદ થયો હતો. આથી સર્વેશ કુમારે રજતચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો.
ઇંગ્લેન્ડનો જેક કિમાની (2.20) કાંસ્યચંદ્રકનો
હક્કદાર બન્યો હતો. વેઇટ લિફ્ટિંગમાં ગઇકાલે ભારતની ઝોળીમાં વધુ ચંદ્રક આવ્યા હતા.
પુરુષોની 79 કિલો સ્પર્ધામાં વલ્લુરી અજય
બાબુએ કુલ 330 કિલો વજન ઉઠાવી રજતચંદ્રક જીત્યો
હતો.