ભુજ, તા. 28 : કચ્છનાં આરોગ્ય ક્ષેત્ર માટે
એક ઐતિહાસિક સિદ્ધિ રૂપ બની રહે તેવા પ્રયાસ તરીકે કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ ખાતે કચ્છનું પ્રથમ એડવાન્સ સ્ટ્રોક સેન્ટર
તેમજ 24ડ્ઢ7 સમર્પિત સ્ટ્રોક હોટલાઇનનું લોકાર્પણ કરાયું હતું. આ અવસર પર
કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 130થી વધુ તબીબ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને IMA, NIMA, Physician Association, ISCCM Bhuj Chapter, BHMS Association,
BAMS Association સહિત વિવિધ મેડિકલ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમ દરમ્યાન સ્ટ્રોકની તાત્કાલીક સારવાર, `ગોલ્ડન અવર'નું મહત્ત્વ, આધુનિક થ્રોમ્બોલાયસીસ,
મિકેનિકલ થ્રોમ્બોકટોમી તેમજ સ્ટ્રોક મેનેજમેન્ટ અંગે વિશેષ એકેડેમિક ઈખઊનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોએ
આધુનિક સારવાર પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલું
એડવાન્સ સ્ટ્રોક સેન્ટર આધુનિક ટેક્નોલોજી અને અનુભવી નિષ્ણાતોની ટીમ સાથે કાર્યરત
રહેશે. આ સેન્ટરમાં 24X7 સ્ટ્રોક ઇમર્જન્સી
સેવા, તાત્કાલિક સીટીસ્કેન અને એમઆરઆઇ સુવિધા,
ઇન્ટ્રાવેન્સ થ્રોમ્બોલાયસીસ સારવાર, અદ્યતન મિકેનિકલ
થ્રોમ્બેકટોમી, ન્યૂરો આઇસીયુ, સ્ટ્રોક
પછીની પુનર્વસન સેવાઓ પ્રદાન કરાશે. આ પહેલનો મહત્ત્વપૂર્ણ ભાગ એટલે સમર્પિત સ્ટ્રોક
હોટલાઇન 02832- 236001, જેના માધ્યમથી દર્દીઓ,તેમના પરિવારજનો તેમજ ડોકટરો હોસ્પિટલની સ્ટ્રોક ટીમનો તરત જ સંપર્ક કરી શકશે.
હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે, `સ્ટ્રોકમાં સમય એટલે મગજ'
દરેક મિનિટના વિલંબથી લાખો મગજની કોષિકાઓ નષ્ટ થાય છે, તેથી સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા અનેક દર્દીઓનું જીવન બચાવી શકાય
છે અને કાયમી અપંગતા અટકાવી શકાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબો, વિવિધ મેડિકલ એસોસીએશનો તથા આરોગ્ય ક્ષેત્રના આગેવાનોનો હોસ્પિટલ પરિવાર દ્વારા
આભાર વ્યક્ત કરાયો હતો. કચ્છનું પ્રથમ એડવાન્સ સ્ટ્રોક સેન્ટર શરૂ કરીને કે.કે. પટેલ
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજએ
કચ્છના લોકોને વિશ્વ સ્તરીય અને ઝડપી સ્ટ્રોક સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ
પગલું ભર્યું છે.