ભુજ, તા. 27 : આર્મી પબ્લિક સ્કૂલમાં કારગિલ
વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુદ્ધમાં
શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ શહીદોએ દાખવેલી વીરતાને યાદ કરવામાં
આવી હતી. શાળા આચાર્ય જીતેન્દ્ર ખેમચંદે દેશના વીર જવાનોની શહીદી એળે જવા ન દેવા દેશસેવા કરવા રાષ્ટ્ર પ્રત્યે વફાદારી નિભાવવાનું
જણાવ્યું હતું. કારગિલ યુદ્ધ દેશને સજાગ રહેવા, દેશપ્રેમ કેળવવાનું શીખવે છે તેવું જણાવ્યું હતું.