• બુધવાર, 29 જુલાઈ, 2026

50 ગામોના લોકોએ કહ્યું કચ્છમિત્ર શાલીન

કોટડા (ચ.),તા. 27 : કચ્છ, કચ્છી અને કચ્છીમાડુઓના પરમમિત્રના 80મા આઠદાયકાની સફરને સમગ્ર પંથકે આવકારાથી ઉજવી હતી. બાપ-દીકરી, ભાઈ-બહને સાથે વાંચી શકે તેવી સભ્યતાભર્યા સમાચારો ને પ્રશ્નોને, સમસ્યાને  કે ગમે તે તેમના વિકાસની વાતને ઉપાડી તેના ઉકેલ માટે ઝઝુમતા કચ્છમિત્રને સમગ્ર 50થી વધુ ગામોના માડુઓએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. કોટડા આથમણાની કેલાસશનગર પ્રાથમિક શાળામાં તેના જન્મદિવસે હરખથી ઉજવણીમાં આ પંથકના તમામ વર્ગના ખેડૂતો, સરપંચો, વેપારીઓ, મજૂરો, માલધારીઓ, મહિલા અગ્રણી, કાર્યકરોએ હાજર રહી કચ્છમિત્રની મિત્રતાને બિરદાવી હતી. ચકારના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય, માજી સરપંચ રમેશભાઈ ગઢવી, સાધુ સમાજના કોટવાલ વિનેશભાઈ સાધુ, સણોસરાના માજી સરપંચ જાણીતા દાતા એવ શંભુભાઈ જગમાલ રબારી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય, વેપારી અગ્રણી નારાણભાઈ મહેશ્વરી,આર.બી. ચાકી, માલધારી અગ્રણીઓ રાયબભાઈ સુમરા, આરબભાઈ સુમરા, સાગર ગઢવી, વીજુભા જાડેજા, મિસન હરિઓમના સંચાલક હરિલાલ ભાનુશાલી, હરિભક્ત નારણબાવા (કેરાઈ), સેવા સ્મરણ કુટિયાના મહંત જયંતી મારાજ, કિશોરદાસજી મારાજ, લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી રમેશભાઈ જોશી, સરપંચો ગેલુભા હઠુભા જાડેજા, મનસુખભાઈ માકાણી, નર્મદાબેન માકાણી, જગદશી માકાણી, કોટડા આથમણા ડો. રાજેશ ખરેટ, ડો. રામાણી, ડો. ફૂફલ, ડો. વિમળાબેન અતેવાર,પ્રભુલાલ ટપાલી, સરપંચ કૃપાબેન ભગત થરાવડા, બાબુભાઈ આહીર (વરલી), મોહનસિંહ જાડેજા, મેઘુભા જાડેજા, મહિપતસિંહ જાડેજા, ખીમજીભાઈ ખરેટ (સરપંચ ચકાર), હકુમતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બળુભા જાડેજજા, રાસુભા જાડેજા, ધનગર ગુસાઈ, જીતુભાઈ ગુસાઈ, રમેશગર ગુસાઈ, મોટા બંદરાના જીતુભા વનાજી3, રાસુભા જાડેજા, અરજણ આહીર, ચકારના અર્જુન ગઢવી, સાગર ગઢવી, નાના બંદરાના ખુમાનસિંહ જાડેજા, માજી સરપંચ તનુભા જાડેજા, બાબુભાઈ છાભૈયા, મુસ્લિમ અગ્રણીઓ હાજી રસીદ, હાજી લતીફભાઈ, હાસમભાઈ, અલીમામદ ચાકી, હાસમભાઈ લોઢિયા, જાંબુડીના અલીભા મણકા, અલીમામદ કુંભાર, કોટડા આથમણાના છગનભાઈ પૂંજા, જગદીશ માકાણી, ખેતાભાઈ માકાણી, પ્રવીણભાઈ વાલજી, નિલેશ મહેશ્વરી, ભરત મહેશ્વરી, નિતેશ બળિયા, બુધા રાજા મહેશ્વરીમોહનભાઈ મહેશ્વરી, હરિલાલ મહેશ્વરી, રેહા નાના શિવુભા જાડેજા, ભલોટ નારાણજી મમુજી જાડેજજા, વડવા સેનુભા જાડેજા, ખેડૂત મંડળઓના હરેશ વાસાણી, રાજુ માકાણી, રાજુભાિઈ જોશી, દીપક વ્યાસ, રિલેશ ઠક્કર, કચ્છમિત્ર પરિવારના ફકીરમામદ ચાકી, ઈકબાલ ચાકી, રફીક ચાકી, એજન્ટ રાજેશભાઈ ઠક્કર, દીપ ઠક્કર,, પ્રીત ઠક્કર, સુરેશ ઠક્કર, ભાવેશભાઈ કંદોઈ સહિત આવકારો આપ્યો હતો. ભેળ માતાજીના ભોપા પરિવારના ભીમા ભોપા, ગવરીગર બાવાજીએ પણ આગળ વધવાના આશીર્વાદ આપ્યાનું અલ્બીનાબાનુ ચાકી તથા સકીલ ચાકીએ જણાવ્યું હતું.

Panchang

dd