• બુધવાર, 29 જુલાઈ, 2026

કચ્છના ટાંગલિયા વણાટના કારીગરને પ્રતિષ્ઠિત નેશનલ હેન્ડલૂમ એવોર્ડ જાહેર

ભુજ, તા. 27 : ભચાઉ તાલુકાના અધોઈ ગામના રહેવાસી અને ટાંગલિયા હસ્તકળાના કારીગર વણકર કેશાભાઈ લખમણભાઈને વર્ષ 2025 માટેના પ્રતિષ્ઠિત `નેશનલ હેન્ડલૂમ એવોર્ડ' માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સન્માન ખાસ કરીને `ટાંગલિયા દુપટ્ટા' બનાવવાની તેમની અસાધારણ કુશળતા અને હસ્તકળા ક્ષેત્રે આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુક્ત (હથકરઘા) કાર્યાલય દ્વારા આ અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આગામી 7 ઓગસ્ટ-2026ના 12મા `નેશનલ હેન્ડલૂમ ડે' નિમિત્તે નવી દિલ્હી ખાતે આવેલા રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે યોજાનાર એવોર્ડ વિતરણ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ટાંગલિયા વાવિંગ વિશે

ટાંગલિયા વાવિંગ એ ગુજરાતની પ્રાચીન અને વિશિષ્ટ હસ્તકળા છે. આ શૈલીમાં વણકર કાપડ પર ખૂબ જ ઝીણવટભરી રીતે નાના-નાના દાણા જેવી ભાત (ઉજ્ઞાતિં) ઉપસાવવામાં આવે છે, જે તેને અન્ય વણાટ કામથી અલગ પાડે છે. આ કળામાં કોઈ છાપકામ કે ભરતકામ કરવાને બદલે વણાટ દરમિયાન જ દોરાઓને ફેરવીને આ સુંદર આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. કેશાભાઈએ આ પરંપરાગત કળાને જીવંત રાખીને તેને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.

Panchang

dd