ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ રોટરી ક્લબ ટ્રસ્ટની બેઠકમાં
સર્વાનુમતે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. આ વેળાએ સેવાકીય કર્યોંનો વ્યાપ
વધારવાની નેમ વ્યક્ત કરાઈ હતી. ટ્રસ્ટના
પ્રમુખ બાબુભાઈ હુંબલ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જૈન,
મંત્રી રાજારામ રાઠી, ખજાનચી નંદલાલ ગોયલ તથા
સંયુક્ત મંત્રી તરીકે રવિન મડૈયારની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત
હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવતાં સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી ટીમ રોટરીના સ્વથી ઉપર સેવાના આદર્શને વધુ સશક્ત બનાવશે. ગાંધીધામ
વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ,
સામાજિક કલ્યાણ તથા માનવસેવાના વિવિધ પ્રકલ્પોને વધુ ગતિ અને વ્યાપ
આપશે. બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના
પ્રેરણાદાયી તથા સેવાભાવી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.