• મંગળવાર, 30 જૂન, 2026

અંબુજા સાંઘીપુરમમાં ખીરસરા જળાશયને પુનર્જીવિત કરાયું

મુંદરા, તા. 29 : અદાણી ગ્રુપનો ભાગ એવી અંબુજા સિમેન્ટ્સ કંપનીના સીએસઆર અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણલક્ષી વિકાસમાં  અસરકારક પહેલ તરીકે કચ્છના અંબુજા સાંઘીપુરમમાં ખીરસરા જળાશયને નવજીવન અપાયું છે. આ પુનર્જીવન પ્રયોગે માત્ર પાણીનો સ્રોત જ નહીં, પરંતુ સમગ્ર સ્થાનિક ઇકોસિસ્ટમને ફરી જીવંત બનાવી દીધી છે. વર્ષોની અવગણનાને કારણે ખીરસરા જળાશય લગભગ નિર્જીવ બની ગયું હતું. જળાશયના તળિયે બેઠી ખીજડી સહિતની વનસ્પતિઓ ફેલાઈ જતાં પાણી સંગ્રહવાની તેની ક્ષમતા હદ સુધી ઘટી ગઈ હતી. જેના કારણે પશુપાલક સમુદાય તેમજ સ્થાનિક વન્યજીવન માટે પાણીનો સ્ત્રોત ખૂટી ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશને વર્ષ 2024-25 દરમિયાન, જળાશયના પુન:સ્થાપન માટે સુનિયોજિત કામગીરી હાથ ધરી જળાશયનું તળિયું ઊંડું કરવામાં આવ્યું અને અનાવશ્યક વનસ્પતિઓ દૂર કરી પાળોને મજબૂત બનાવવામાં આવી, જેથી વરસાદનું પાણી અસરકારક રીતે સંચિત થઈ શકે. આ પુનર્જીવનના પરિણામે `સાવલિની સરોવર' તરીકે ઓળખાતું આ જળાશય આજે એક સક્રિય અને જીવંત ઇકોસિસ્ટમ રૂપે ઊભરી આવ્યું છે. પાણીની ઉપલબ્ધતા ફરીથી વધતાં હવે વિસ્તારના વન્યજીવન માટે આ સ્થળ સુરક્ષિત આશ્રય બની ગયું છે. સાવલિની સરોવર આજે 3000થી વધુ પશુ માટે પાણી પૂરું પાડે છે.

Panchang

dd