અંજાર, તા. 11 : અહીંની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની
રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધા અને ભવિષ્યના વિકાસકાર્યો અંગે
સમીક્ષ કરવામાં આવી હતી. ઉચ્ચ અને ટેકનિકલ
શિક્ષિણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની
અધ્યક્ષતા તળે યોજાયેલી આ બેઠકમાં રાજ્યમંત્રી શ્રી છાંગાએ સરકારી દવાખાનામાં સુચારુ
કામગીરી માટે જરૂરી કાર્યોને પ્રાથમિકતાના ધોરણેપૂર્ણ કરવા સૂચના અપાઈ હતી તેમજ હોસ્પિટલમાં
નવું ડાયાલિસીસ સેન્ટર કાર્યરત કરવા ભાર મૂકાયો હતો. હોસ્પિટલમાં ફિઝિશિયન વર્ગ-1(બોન્ડેડ)ની ખાલી જગ્યા તેમજ ગાયનેકોલોજિસ્ટ
સહિત તમામ નિષ્ણાત તબીબ વર્ગ-1ની ખાલી જગ્યા
સત્વરે ભરવા અને ઓપરેશન થિયેટર, એસ.એન.સી.યુ,
લેબર રૂમ વિગેરેમાં વોલ્ટેજ સ્ટેબિલાઈઝર મૂકવા અને ઈલેક્ટ્રિક સુરક્ષાની
પુરતી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના અપાઈ
હતી. માળખાગત વિકાસના ભાગરૂપે હોસ્પિટલના નવા બિલ્ડિંગના બાકી રહેલાં કામો,
નગરપાલિકા દ્વારા પાણીની જરૂરિયાત મુજબ નવીન કનેક્શનનું ટ્રાન્સફર,
હોસ્પિટલના બાકી રહેલાં સિવિલ વર્કનાં કામો અને જરૂરી ફર્નિચરની ફાળવણી
માળખાગત સુવિધાઓ અને સાધનોને લગતા તમામ જરૂરી
કામો વહેલીતકે પુરવા તાકીદ કરાઈ હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈ પણ મુશ્કેલી
વિના સમયસર અને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ
મળી રહે, કચ્છના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
છે, ત્યારે હોસ્પિટલના તમામ વિભાગોમાં ઝડપથી કાર્યરત થાય તે દિશામાં
તમામ વહીવટી કામગીરી ત્વરિત પૂર્ણ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. બેઠકમાં અંજાર પ્રાંત
અધિકારી એસ.જે. ચૌધરી, હોસ્પિટલના અધિક્ષક ડો. રોબિનસિંહ રાઠોડ
સહિતના ઉપસ્થિત રહ્યા હતા.