• શુક્રવાર, 12 જૂન, 2026

ભુજમાં પોલીસે ઝડપેલાં વાહનો કાટમાળમાં ફેરવાયા

ભુજ, તા. 11 : ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ વાહનો છોડાવવાની લાંબી પ્રક્રિયાના કારણે સરપટ નાકા - જૂની જેલ પાસે બી-ડિવિઝન પોલીસ પ્રશાસને પકડેલાં વાહનો રોડ પર કાટમાળમાં ફેરવાઈ ગયાં છતાં નિકાલ થયો નથી. જેલની દીવાલને અડોઅડ પડેલા વાહનોની જર્જરિત હાલતથી સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થયા છે. વરસાદની સિઝન દરવાજે ઊભી છે ત્યારે વરસાદી માહોલનાં કારણે મચ્છરો, ઝેરી જીવજંતુઓ આ પડેલાં વાહનોના કારણે આવવાની શક્યતા છે. વટેમાર્ગુઓની નજર આ અતિષય સડેલી હાલતવાળાં વાહનો ઉપર સતત પડી રહી છે અને તેના નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. ગાંડા બાવળ અને ખોટી ઝાડી પણ ઊગી નીકળી છે. 

Panchang

dd