• સોમવાર, 08 જૂન, 2026

કોટડા (આ.) ગામે નવા પંચાયત ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

કોટડા (તા. ભુજ), તા. 7 : કોટડા આથમણા, સણોસરા, કૈલાશનગર જૂથ ગ્રામપંચાયતના નવા પંચાયત ભવનના ખાતમુહૂર્તમાં સમસ્ત ગામ હાજર રહી શ્રીફળ, પેંડાના પ્રસાદ સાથે પોતીકા ખર્ચે પ્રસંગ ઊજવ્યો હતો. ભુજ તાલુકાના આ ભૂખી નદી કાંઠે વસેલા ગામે ભૂખી નદી કાંઠે સરકારની ગ્રાન્ટમાંથી નવા પંચાયત ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સાદાઇથી ઊજવાયો હતો જેમાં  ગામના પદાધિકારીઓ, સરપંચ નર્મદાબેન માકાણી, મનસુખભાઇ માકાણી, પાણી પુરવઠાના મગનભાઇ માકાણી, સમાજ પ્રમુખો નરશીભાઇ માકાણીના હસ્તે કંકુ, ચોખા, ચૂંદડી સાથે નવી પંચાયતનું ભૂમિપૂજન ધરતી માને વંદન કરી કર્યું હતું. ખેતીપ્ર્રધાન ગામના ભા.કિ. સંઘના તાલુકા, જિલ્લાના અગ્રણઓ અશોક માકાણી, નરશીભાઇ માકાણી, તલાટી-મંત્રી જિગ્નેશાબેન પટેલ, અરવિંદભાઇ માકાણી, મેહુલભાઇ વાઘેલા, ઉ.સરપંચ રામા રબારી, ગામનું મહિલા મંડળ, યુવા મંડળ તેમજ પાણી પુરવઠા સમિતિના રણછોડભાઇ, રમણીકભાઇ તેમજ તમામ ગ્રામજનોમાં હરખ જોવા મળ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સરપંચે કર્યું હતું. 

Panchang

dd