• મંગળવાર, 02 જૂન, 2026

સારસ્વત જ્ઞાતિના 72 તેજસ્વી તારલાનું સન્માન

ભુજ, તા. 1 : ભુજ મધ્યે સારસ્વત સાગર પરિવાર દ્વારા અધ્યક્ષ ભરત જય અંબેના નેતૃત્વમાં સારસ્વત જ્ઞાતિના એસ.એસ.સી., એચ.એસ.સી.ના ટોપ પાંચ તથા ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી અને વિવિધ ક્ષેત્રે રાજ્ય લેવલે તેમજ નેશનલ લેવલે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત જ્ઞાતિજનોનો જિલ્લાકક્ષાનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. અગ્રણીઓ અને દાતાઓના હસ્તે દીપ પ્રાગટય બાદ ભરતનાટયમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડાલિસ્ટ યેશા ધતુરિયાએ શરૂઆત કરાવી હતી. કાર્યક્રમમાં 72 તેજસ્વી તારલાને સન્માનવામાં આવ્યા હતા. ક્રિમાલી ધરાદેવ અને તેમની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાર્યક્રમના દાતા હિમાંશુભાઈ જોશી, જ્યારે અશોકભાઈ પાંધી, નરેશભાઈ જોશી, નીલેશભાઈ શિવ, દેવેન્દ્રભાઈ જોશી, આશિષભાઈ જોષી, રમેશભાઈ બોડા, નીલેશભાઈ ખિયરા, હરેશભાઈ શાસ્ત્રી, દિનેશભાઈ સોનપાર, હિમાલય ગાવડિયા, અમિતભાઈ માયરા, રાજેશભાઈ ચંડીચઠ્ઠ વગેરેનો સહયોગ મળ્યો હતો. ભુજ લોહાણા મહાજનના સહયોગથી નવી લોહાણા મહાજનવાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન નેહા પંડયા, દીપિકા બલભદ્ર, કશિષ જોશી, રિદ્ધિ બોડા, જય ધોલી, પ્રાચી બોડા, હેત્વી ધરાદેવ, ધાર્મી જોષી, આયુષી જોષી તથા જય અંબે મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન રિંકલ પંડયા તથા અંજલિ સેવકે કર્યું હતું.

Panchang

dd