• મંગળવાર, 02 જૂન, 2026

નખત્રાણામાં ટ્રાફિકજામ નિવારવા પોલસની ધડબડાટી બોલાવતી કાર્યવાહી

નખત્રાણા, તા. 1 : શહેરના મધ્યમાંથી પસાર થતાં ધોરીમાર્ગ થકી ભારે માલવાહક વાહનોની અવર-જવર અને આડેધડ પાર્કિંગ થકી શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી છે ત્યારે આજે પોલીસે ધડબડાટી બોલાવી 21 ભારે વાહન ડિટેઈન કરી અને અન્ય વાહનો સામે પણ દંડકીય કાર્યવાહી કરી હતી. આ શહેરના નાના-મોટા વાહનોના ચાલકો દ્વારા ટ્રાફિકને અવરોધરૂપ વાહનોની પાર્કિંગ અને પોલીસ નિયમોનું પાલન ન કરતાં વાહનો સામે પોલીસ તંત્ર દ્વારા 21 મોટા ટ્રેઈલર-ટ્રકોને ડિટેઈન કરી હતી, જ્યારે 30 જેટલા નાના વાહનોની ચેકિંગમાં વાહનમાં અપૂરતા દસ્તાવેજી કાગળો, લાયસન્સ વગર, ટ્રાફિકને નડતર, ઓવર સ્પીડ, બ્લેક ફિલ્મ તેમજ ઓવરલોડ માલ ભરેલા વાહનોવાળા સામે પોલીસ તંત્રે કાયદેસરની કાર્યવાહી કરી ઈહતી. નખત્રાણા પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલની સૂચના અને માર્ગદર્શનની ટ્રાફિક પોલીસના નિકુંજદાન ગઢવી, સૂરપાલ સરવૈયા, વિજયભાઈ રાવલ, વિષ્ણુભાઈ માજીરાણા, આનંદ ચૌધરી, પિંકરાજસિંહ સોલંકી સહિતની ટીમ સાથે મળી નખત્રાણા વિસ્તાર પેટ્રોલિંગ દરમ્યાન વાહનોની ચેકિંગ કરી સ્થળ ઉપર દંડકીય કાર્યવાહી, એન.સી. કેસના મેમો આપી કાર્યવાહી આદરી હતી. પોલીસ તંત્રને સહયોગ આપવા સૂચના આપી હતી. પોલીસ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

Panchang

dd