• મંગળવાર, 02 જૂન, 2026

ચોરાઉ સોલાર પ્લેટો સાથે કાર જપ્ત : મોટા દિનારાના ત્રણ આરોપી નાસી છૂટયા

ભુજ, તા. 1 : બાતમીના આધારે એલસીબીએ કારનો પીછો કર્યો પણ કાર ઊભી રાખી મોટા દિનારાના ત્રણ આરોપી નાસી છૂટયા હતા. આ કારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલી 12 સોલારની પ્લેટો મળી આવી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પી.એસ.આઇ. એમ.એચ. શીણોલની સૂચના મુજબ એ.એસ.આઇ. અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઇ ભટ્ટ, હે.કો. ધર્મેન્દ્ર રાવલ, શક્તિસિંહ ગઢવી અને જીવરાજભાઇ ગઢવી પેટ્રોલિંગમાં હતા અને ખાવડા બાજુ આર.ઇ. પાર્ક બાજુ જતા અનિરુદ્ધસિંહ તથા ધર્મેન્દ્રભાઇને સંયુક્ત બાતમી મળી કે, અભુભખર રમજાન સમાભસક ઇશાક સમા તથા અસલમ મુસા સમા (રહે. ત્રણે મોટા દિનારાવાળા) સફેદ સ્વિફટ કાર નં. જીજે-12-બીઆર-2492 વડે આર.ઇ. પાર્કમાં જ્યાં સોલારનું કામ ચાલે છે, ત્યાં ગયા છે અને અંદરથી સોલાર પ્લેટો ચોરીને બાંધા તરફના કાચા રસ્તેથી નીકળ્યા છે. આ પ્લેટો ચોરી કે છળકપટથી મેળવેલી છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને બાંધા તરફથી આવતી સ્વિફટ રોકાવા પ્રયાસ કરતાં ગાડી રસ્તો ઉતારીને ભગાડી દીધી હતી. આથી પીછો કરતાં આગળ કાચા રસ્તા પર ગાડી ઊભી રાખી ત્રણે આરોપી બાવળોની ઝાડીનો લાભ લઇ ભાગી ગયા હતા અને ત્રણ આરોપીને ઓળખી લીધા હતા. ગાડીની તલાસી લેતાં તેમાંથી નાની-મોટી સોલારમાં ઉપયોગમાં લેવાતી 12 પ્લેટ જેની કિં. રૂા. 1.20 લાખ મળી હતી. ગાડી કિં. રૂા. બે લાખ એમ કુલ રૂા. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Panchang

dd