પેરિસ, તા. 1 : ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં
ઉલટફેરનો ક્રમ અટકવાનું નામ લઇ રહ્યો નથી. પુરુષ અને મહિલા વિભાગમાં મોટાભાગના
ટોચના ક્રમના ખેલાડીઓ કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ ગયા છે. બન્ને વિભાગમાં નવા
ચેમ્પિયન મળશે તે નિશ્ચિત બની ચૂકયું છે. મહિલા વિભાગમાં 6 નંબરની
અમેરિકી ખેલાડી અમાંડા અનિસિમોવા ચોથા રાઉન્ડમાં હારીને બહાર થઇ છે. તેની સામે
ફ્રાંસની ડાયના પેરીએ ત્રણ સેટની રસાકસી બાદ 6-3, 4-6 અને 7-6થી
જીત મેળવીને પહેલીવાર ફ્રેંચ ઓપનના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. જયાં તેની
ટકકર પોલેન્ડની ખેલાડી માજા ખાવાલિંસ્કા વિરૂધ્ધ થશે. આ બિન ક્રમાંકિત ખેલાડીએ
પૂર્વ વિશ્વ નંબર 3 મારિયા સક્કારીને હાર આપી અપસેટ કર્યો હતો.
જયારે રૂસી તરૂણી મીરા એન્ડ્રિવા અને યુક્રેનની એલિના સ્વિતોલિના અપસેટથી બચીને
કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. મેન્સ સિંગલ્સમાં 1પમા ક્રમનો નોર્વેનો
ખેલાડી કેસ્પર રૂડ બ્રાઝિલના વિશ્વ નંબર 28 જે. ફોરેંસા સામે પ-7, 6-7, 7-પ
અને 2-6થી
હારીને બહાર થયો છે.