• મંગળવાર, 02 જૂન, 2026

કોહલી જ નહીં; બોલિંગ કોચ સાલ્વી પણ જીતના શિલ્પી : પાટીદાર

અમદાવાદ, તા. 1 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજીવાર આઈપીએલ વિજેતા બન્યા બાદ ચોમેર વિરાટ કોહલીના વખાણ વચ્ચે સુકાની રજત પાટીદારે એક એવા `અનસંગ હીરો' એટલે કે, જેની નોંધ લેવાઈ નથી તેવા વ્યક્તિનું નામ લીધું હતું, જે કેમેરાથી દૂર રહીને કામ કરી રહ્યો હતો. રજતે જીતનો યશ બોલિંગ કોચ ઓમકાર સાલ્વીને આપ્યો હતો. બેંગ્લોરની જીતનું મોટું કારણ તેની બોલિંગ રહી, જેના શિલ્પી સાલ્વી રહ્યા હતા, તેવું પાટીદારે કહ્યુંં હતું. રજતે જણાવ્યું હતું કે, મેં સાલ્વી સરને પહેલી રણજી સિઝનથી જોયા છે, તેઓ બોલરો પર સતત મહેનત કરતા રહે છે. મુંબઈને રણજી ટ્રોફી અને ઈરાની કપમાં વિજય અપાવનાર ઓમકાર સાલ્વીએ આરસીબીની બોલિંગની કાયાપલટ કરી નાખી હતી.

Panchang

dd