ગાંધીધામ, તા. 1 : અંજારના કોટડામાં
આવેલી કંપનીમાંથી લાખોના વાયરની ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી એલસીબીએ અન્ય ચોરીઓના
ભેદ પણ ઉકેલી લીધા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન સગીર સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ રૂા.
6.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. મુખ્ય સુત્રધાર સાત શખ્સોને
પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. અંજારના ગોવર્ધન બ્રિજ સતાપર જતા રોડ પર સફેદ રંગની નંબર
પ્લેટ વગરની બોલેરો શંકાસ્પદ જણાતા તેને રોકાવાઈ હતી. તેમાં ભરેલા વાયર અંગે તપાસ કરતા
આધાર પુરાવા ન મળતા વાહનમાં સવાર શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરાઈ તી. જેમાં આ શખ્સોએ કોટડાની
કંપનીમાંથી ચોરી કરી હોવાનું તથા જરૂ જતા રોડ પર આવેલી વાડીમાં અન્ય મુદામાલ હોવાનું
કહ્યું હતું. પોલીસે ત્યાં છાપો મારી ત્યાંથી પણ મુદામાલ જપ્ત કર્યો હતો. અને હરેશ
ઉર્ફે દાઢી વેલા મેજરાણી, મહેશ
ઉર્ફે મિલન ઉર્ફે ભાયો માદેવા મેંડ, અનિલ જયંતલાલ પોકાર (પટેલ)
(રહે. પાંતિયા), અનિલ મણિલાલ ગોરાણી (પટેલ) (રહે. પાંતિયા) તથા
કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સો પાસેથી રૂા.
95,200ન તાંબાના વાયર, બોલેરો, બાઈક નંબર જી.જે. 12 સીક્યુ-7845, રોકડ
રૂા. 12,230 તથા પાંચ મોબાઈલ એમ કુલ રૂા. 6,57,920નો મુદામાલ જપ્ત કરાયો હતો. દીપક નીતિન બુદ્ધભટ્ટી
(કંસારા) (રહે. અંજાર) નામનો શખ્સ જે-તે જગ્યાએ રેકી કરી આવતો અને બાદમાં આરોપીઓને
ત્યાં ચોરી કરવા મોકલાવતો હતો. જ્યાં આ ટોળકી વાહનો લઈને જતી હતી અને દીપક કંસારા પોલીસ
વગેરેનું ધ્યાન રાખતો હતો. ચોરી કર્યા બાદ પાંતિયાના અનિલ પોકાર, અનિલ ગોરાળીની વાડીએ લઈ જઈ ત્યાં સળગાવી
વાયર કાઢી બારોબાર વેચી દેવામાં આવતો હતો. આ ટોળકીમાં વિકાસ ઉર્ફે ટીકડી ઠાકુરી પ્રસાદ
રાજપૂત, મનીષ ઉર્ફે ટીકડી ઠાકુરી પ્રસાદ રાજપૂત, ક્રિષ્ના સુનિલ ગુપ્તા, ભરતત કોળી, સુરજ રાજેશકુમાર શુકલા, રવિ ઉર્ફે વિનિત તથા દીપક કંસારા
છે. આ સાતેયને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે આ ટોળકીએ અગાઉ ભચાઉ-ચીરઈ ધોરીમાર્ગ
પર 3 મહિના પહેલા એલ્યુમિનિયમના પતરાની ચોરી,, સામખિયાળી મોરબી માર્ગ પર 15 દિવસના ગાળામાં
10 બંડલ બે વખત વાયર ચોરી, ચિત્રોડ-મેવાસા પાટિયા નજીક ખુલલ ખેતરમાંથી
10 બંડલ વાયર ચોરી, સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામમાંથી 700થી 800 કિલો
મોટા વાયરની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા પૈકી હરેશ, મહેશ સામે અગાઉ ગુના નોંધાયેલા છે.
કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. જે.અમ. વાળા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ
તથા ટીમ જોડાઈ હતી.